નવી દિલ્હી, 19 નવેમ્બર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (રવિવારે) સૂર્યોપાસના, છઠના મહાપર્વ પર, તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે દરેકના જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે ભગવાન સૂર્યને પ્રાર્થના કરી.
ટ્વિટર પર મોકલવામાં આવેલા તેમના શુભેચ્છા સંદેશમાં વડાપ્રધાને કહ્યું – ‘મહાપર્વ છઠના સંધ્યા અર્ઘ્યના, શુભ અવસર પર મારા પરિવારના તમામ સભ્યોને મારી શુભેચ્છાઓ. સૂર્યદેવની ઉપાસના દરેકના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ પ્રેરિત કરે. જય છઠ્ઠી મૈયા.”
આ પહેલા ગઈકાલે (શનિવાર) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, છઠ પૂજાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું હતું – ‘છઠ પૂજાના શુભ અવસર પર, હું તમામ નાગરિકોને મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ આપું છું. છઠ એ સૂર્ય ભગવાનની ઉપાસનાને સમર્પિત, તહેવાર છે. નદીઓ, તળાવો અને પાણીના અન્ય સ્ત્રોતો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પણ આ એક તક છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
