કુલગામ, નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ. સ.). જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના સમનુ ગામમાં આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષાદળોનું ઓપરેશન શુક્રવારે પણ ચાલુ છે. ગુરુવારે બપોરે અહીં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બંને તરફથી લાંબા સમય સુધી ગોળીબાર થતો રહ્યો. આ દરમિયાન આતંકીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારથી સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.
પોલીસ, આર્મીની 34 આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમ સમનુ ગામના દરેક ખૂણે તપાસ કરી રહી છે. સુરક્ષા દળોએ વિસ્તાર તરફ જતા રસ્તાઓ સીલ કરી દીધા છે. આ દરમિયાન હાઈવે પરના દરેક વાહનની તલાશી લેવામાં આવી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન/મુકુંદ / ડો. હિતેશ
