લખનૌ, નવી દિલ્હી, 30 ઓક્ટોબર : અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણની સાથે સાથે અયોધ્યાના અન્ય ઘણા પ્રાચીન સ્થળો અને મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રાએ હિન્દુસ્થાન સમાચારને જણાવ્યું કે, કુબેર ટીલા પર, પક્ષીરાજ જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કુબેર ટીલા માં ખોદકામ દરમિયાન નીચે એક મંદિર જેવી રચના મળી આવી હતી. આ ઉપરાંત જટાયુ, સિંહ આકારનો પથ્થર, તલવાર, ગણેશજીની મૂર્તિ અને બાલ હનુમાનની મૂર્તિ પણ મળી આવી છે. તેમણે કહ્યું કે, ખોદકામમાંથી મળી આવેલી મૂર્તિઓને, મ્યુઝિયમમાં રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રામજન્મભૂમિ સંકુલની અંદર કુબેર ટીલા, નલ-નીલ ટીલા અને અંગદ ટીલા છે. કુબેર ટીલા સૌથી ઊંચું છે અને રામજન્મસ્થાનની ખૂબ નજીક છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ મંદિરના નિર્માણની સાથે કુબેર ટીલાનો પણ, જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. બાદમાં અન્ય ટીલાઓનુ પણ નવીનીકરણ કરવામાં આવશે.
કુબેર ટીલા અયોધ્યામાં સૌથી ઉંચી-
શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં સ્થિત કુબેર ટીલાની, અયોધ્યામાં સૌથી વધુ ઉંચાઈ છે. અયોધ્યા શહેરની બહાર સ્થિત મણિપર્વતથી સમગ્ર અયોધ્યા દેખાય છે. જ્યારે અયોધ્યામાં કુબેર ટીલામાંથી જ મણિ પર્વત જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે, કુબેર અહીં આવ્યા હતા અને તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. શિવલિંગ હજુ પણ મોજુદ છે.
રામ મંદિરની સાથે, હનુમાનગઢી મંદિરનો પણ વિસ્તાર થશે-
અયોધ્યામાં રામલલાની સાથે તેમના સેવક હનુમંત લાલાના મંદિર હનુમાનગઢીના પરિસરનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. હનુમાન ગઢી મંદિરના પરિસરમાંથી દુકાનો હટાવવામાં આવી રહી છે. મુખ્ય માર્ગને પહોળો કરવામાં આવી રહ્યો છે. હનુમાન ગઢીના પ્રાચીન એક્ઝિટ ગેટને તોડીને, ગેટને મોટો બનાવવામાં આવશે. વૃદ્ધોની સુવિધા માટે લિફ્ટ લગાવવામાં આવશે.
