નવી દિલ્હી, 7 નવેમ્બર (હિં.સ.) ગાંધી દર્શનના સત્યાગ્રહ મંડપમાં ‘આ દિવાળી, મિલેટ્સ સાથે’ની થીમ પર આયોજિત, ત્રણ દિવસીય વર્કશોપ દરમિયાન, સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને જણાવ્યું હતું કે,” ભારત સરકાર સામાન્ય લોકોને મિલેટ્સ ઉપલબ્ધ કરાવવા માટે, એક ફિલ્મ બનાવવા જઈ રહી છે. આમ મિલેટ્સના મહત્વ પર, પ્રકાશ પાડે છે. સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવી શકાય છે.” તેમણે કહ્યું કે,” વડાપ્રધાને બાજરીને આંતરરાષ્ટ્રીય સ્તર પર લાવવા માટે જી-20ના મહેમાનોને, ભોજનમાં મિલેટ્સ પીરસી હતી અને આજે મિલેટ્સ માંથી બનેલું ભોજન ભારતના તમામ મોટા રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ છે.”
‘યે દિવાળી, મિલેટ્સ વાલી’ થીમના વખાણ કરતાં, તેમણે કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ભૂતપૂર્વ સાંસદ આર.કે. સિંહાની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં, હાજર રહેલા લોકોને સરકાર દ્વારા મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે, લેવામાં આવતા પગલાઓ વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમને સંબોધતા, ટ્રસ્ટના પ્રમુખ અને પૂર્વ સાંસદ આર.કે. સિંહાએ સ્વસ્થ શરીર માટે મિલેટ્સની મહત્તા પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પદ્મશ્રી ડો. ખાતીર વલીએ, સહભાગીઓના પ્રશ્નોના જવાબો આપ્યા અને સમજાવ્યું કે,” શા માટે મિલેટ્સમાંથી બનાવેલ ખોરાક તંદુરસ્ત શરીર માટે મહત્વપૂર્ણ છે.” આ પ્રસંગે ગાંધી દર્શનના ઉપપ્રમુખ વિજય ગોયલે જણાવ્યું હતું કે,” ટૂંક સમયમાં માત્ર મિલેટ્સમાંથી બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓ, પીરસતી રેસ્ટોરન્ટ પણ ગાંધી દર્શનમાં ખુલશે.”
આ અવસર ટ્રસ્ટ, ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ અને ગાંધી દર્શન દ્વારા, મિલેટ્સ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ સેક્રેટરી સચ્ચિદાનંદ જોશી, કલાકોશના પ્રમુખ સુધીર લાલ, કવિ બુદ્ધિનાથ મિશ્ર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડો. સરલાએ 500 થી વધુ સ્પર્ધકોને, અમલીનું મહત્વ અને તેની બનાવવાની પદ્ધતિ, મિલેટ્સ અને રાગીમાંથી બનેલા મિલેટ્સના દૂધનું મહત્વ, તેના ઉપયોગો અને તેને બનાવવાની પદ્ધતિ વિશે, વિગતવાર સમજાવ્યું હતું. તેમણે સહભાગીઓના મિલેટ્સ સંબંધિત પ્રશ્નોનું પણ નિરાકરણ કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / સંજીવ / માધવી
