
નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિ. સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે (મંગળવારે) સાંજે 5 વાગ્યે રાષ્ટ્રીય રાજધાનીના ભારત મંડપમ ખાતે ત્રણ દિવસીય ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (જીપીએઆઈ) સમિટનું ઉદ્ઘાટન કરશે. જીપીએઆઈ, એ 29 સભ્ય દેશો સાથેની બહુ-હિતધારક પહેલ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા, તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર વડાપ્રધાનના કાર્યક્રમનું સંક્ષિપ્ત ચિત્રાત્મક વર્ણન શેર કરવામાં આવ્યું છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વૈશ્વિક ભાગીદારીનો ઉદ્દેશ્ય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સંબંધિત પ્રાથમિકતાઓ પર અત્યાધુનિક સંશોધન અને વ્યવહારિક પ્રવૃત્તિઓને સમર્થન આપીને સિદ્ધાંત અને પ્રેક્ટિસ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. 2020 માં જીપીએઆઈ ના સ્થાપક સભ્યોમાંનું એક ભારત, 2024 સુધી જીપીએઆઈ નું અધ્યક્ષ છે.
આ સમિટમાં દેશભરમાંથી 50 થી વધુ જીપીએઆઈ નિષ્ણાતો અને 150 વક્તા ભાગ લેશે. વધુમાં, ઇન્ટેલ, રિલાયન્સ જીઓ, ગૂગલ, મેટા, એડબલ્યુએસ, યોટા, નેટ વેબ, પેટીએમ, મિક્રોસોફ્ટ, માસ્ટર કાર્ડ, એનઆઈસી, એસટીપીઆઈ, ઇમર્સ, જીઓ હેપ્ટીક , ભાષીની વગેરે સહિત વિશ્વભરના ટોચના એઆઈ ગેમચેન્જર્સ વિવિધનો એક ભાગ હશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
