
નવી દિલ્હી, 31 ઓક્ટોબર : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ, દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા. ઈન્દિરા પરિવારની પુત્રવધૂ સોનિયા અને પૌત્ર રાહુલ સાથે, પાર્ટી અધ્યક્ષ ખડગે અને અન્ય વરિષ્ઠ નેતાઓ, મંગળવારે સવારે શક્તિ સ્થળ પહોંચ્યા અને સ્વ. ઈન્દિરા ગાંધીને તેમની સમાધિ પર ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરાને યાદ કરતાં ખડગેએ ‘એક્સ’ પર લખ્યું હતું કે, પોતાની મજબૂત ઈચ્છાશક્તિ, કાર્યક્ષમ નેતૃત્વ, અનન્ય કાર્યશૈલી અને દૂરંદેશી સાથે મજબૂત અને પ્રગતિશીલ ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન અને આપણા આદર્શ, સ્વ. ઈન્દિરા ગાંધી ને તેમના બલિદાન દિવસ પર, અમારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
