નવી દિલ્હી, 31 ઓક્ટોબર : આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધઘટ અટકી નથી. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 88 ડોલર ની આસપાસ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 83 ડોલર ની આસપાસ છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27, કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76, અને ચેન્નાઇમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. રૂ. 94.24 પ્રતિ લિટરના દરે ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના બીજા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રેન્ટ ક્રૂડ 0.36 ડોલર એટલેકે 0.41 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 87.81 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ 0.22 ડોલર એટલેકે 0.27 ટકા ઘટીને બેરલ દીઠ 82.53 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
