ગરુડેશ્વર તાલુકાના લોકો જાગૃત અને જવાબદાર નાગરિક બની નઘાતપોર ગ્રુપ ગ્રામ પંચાયત સહિત ધાર્મિક સ્થળોએ સફાઇ કરી સેવામા સહભાગી બન્યા
રાજપીપલા/અમદાવાદ,21 ઓકટોબર – પૂજ્ય ગાંધીજીના ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના મંત્રને ચરિતાર્થ કરી, ‘સ્વચ્છતા હી સેવા-2023 ઝુંબેશમાં સક્રિય સહયોગ આપવાની સાથે સ્વચ્છ-સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાતના સ્વચ્છતાગ્રહી લોકોના પ્રયાસો થકી સ્વચ્છતા અભિયાન જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અને લોકો તેને રોજીંદા રૂટિનમાં વણી લઇને કામ કરી રહ્યા છે.
આ અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના લોકો જાગૃત અને જવાબદાર નાગરિકની તેમની ફરજ અદા કરી નઘાતપોર ગ્રુપ ગ્રામ પંચાયત, આસપાસનો વિસ્તારના ગામોમાં, ધાર્મિક-જાહેર સ્થળોએ સફાઇ અભિયાન હાથ ધરી સ્વચ્છતાની ચેતના જગાવી છે તેમજ સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાતના મંત્ર સાથે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના નિર્માણમા સહભાગી બની કદમ સે કદમ મિલાવી કામ કરી રહ્યા છે.
