• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > પ્રાકૃતિક ખેતીથી ઊગાડેલાં વટાણા મીઠાં, સુગંધિત અને પૌષ્ટિક બને છે
Regional

પ્રાકૃતિક ખેતીથી ઊગાડેલાં વટાણા મીઠાં, સુગંધિત અને પૌષ્ટિક બને છે

CliQ INDIA
Last updated: December 6, 2025 7:30 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

રાજકોટ,6 ડિસેમ્બર (હિ.સ.) આધુનિક યુગમાં લોકોનો આરોગ્ય પ્રત્યેનો અભિગમ ઝડપથી બદલાઈ રહ્યો છે. આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થની વધતી જતી માંગને કારણે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય તરીકે ઉભરી આવી છે. પ્રાકૃતિક ખેત પદ્ધતિમાં શાકભાજી અને ફળો જંતુનાશક વિના કુદરતી રીતે ઊગાડવામાં આવે છે. ત્યારે આપણે વાત કરીએ પ્રાકૃતિક ખેતીથી વટાણાનું ઉત્પાદન કરવા વિશે..

વટાણા એવો પાક છે, જે શિયાળામાં ખૂબ સારી રીતે ઊગે છે અને પ્રાકૃતિક ખેતીમાં વધુ સારું પરિણામ આપે છે. વટાણામાં જમીનને નાઈટ્રોજન પૂરૂં પાડવાની શક્તિ હોય છે. જેથી, આગામી પાકને પણ પોષણ મળે છે.

પ્રાકૃતિક ખેતીમાં જમીનને વધારે ઉથલપાથલ કરવાની જરૂર પડતી નથી. ફક્ત જમીનની ઉપરની સપાટી હળવી રીતે તૈયાર કરીને, તેમાં ગાયનું ગોબર, ગાયનું મૂત્ર અને જીવામૃત જેવાં પ્રાકૃતિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો જમીન સૂક્ષ્મ જીવોથી સમૃદ્ધ બને છે અને પાક માટે યોગ્ય વાતાવરણ ઉભું થાય છે.

વટાણાના બીજને વાવણી પહેલાં થોડા કલાક બીજામૃત અથવા ગૌમૂત્રમાં ભીંજવવાથી અંકુરણ વધારે સરસ થાય છે. વટાણાની વાવણીનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીનો માનવામાં આવે છે. કારણ કે ઠંડુ વાતાવરણ વટાણાના વિકાસ માટે ઉત્તમ છે. પાકને વધારે પાણીની જરૂર પડતી નથી. તેથી, પાણી ભરાઈ રહે, તેવી જમીન ટાળવી જોઈએ. વાવણી પછી હળવું પાણી આપવાથી જમીનમાં ભેજ બને છે અને બીજ ઝડપથી ઊગે છે.

જેમ છોડ વધવા લાગે તેમ દર પંદર દિવસે જીવામૃતનો છાંટકાવ કરવામાં આવે તો છોડ તંદુરસ્ત રહે છે અને જીવાતોનો પ્રભાવ પણ ઓછો થાય છે. નીંદણને નિયંત્રણમાં રાખવા માટે મલ્ચિંગ ખૂબ અસરકારક છે. ઘાસ, પાંદડા અથવા પાકનાં અવશેષો જમીન પર પાથરવાથી ભેજ ટકી રહે છે અને નીંદણ ઓછું ઊગે છે. જીવાતો આવે તો લીમડાનું દ્રાવણ, છાશનો અર્ક છાંટવાથી પૂરતું નિયંત્રણ મળી જાય છે. તેથી, રસાયણોની કોઈ જરૂર પડતી નથી.

વટાણાનો પાક સામાન્ય રીતે બે મહિના પછી ફળીઓ આપવાનું શરૂ કરે છે. વેલો ફૂલોથી ભરાઈ જાય ત્યારે નિયમિત પાણી આપવાથી ફળીઓ લીલી બને છે. ફળીઓ નાજુક અને લીલી દેખાય તે સમયે સવારમાં કાપણી કરવી શ્રેષ્ઠ રહે છે. પ્રાકૃતિક પદ્ધતિથી ઊગાડેલાં વટાણા મીઠાં, સુગંધિત અને પૌષ્ટિક હોય છે.

મહત્વની વાત એ છે કે, આ પદ્ધતિમાં ખર્ચ અત્યંત ઓછો છે અને જમીન વર્ષો સુધી ફળદ્રુપ અને જીવંત રહે છે.

આમ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ભીંડો, ટામેટા, રીંગણ, કાકડી, ભાજી, દુધી, મૂળા, ગાજર, લીલી હળદર, લીલું લસણ, ફૂદીનો, કોથમીર જેવા શાકભાજી ઉત્તમ ગુણવત્તા ધરાવતા મળી રહે છે. આ શાકભાજી લાંબા સમય સુધી તાજા રહે છે અને સ્વાદ એકદમ સાત્વિક હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

ઉત્તર ગુજરાત માં મુખ્યમંત્રી અને ભાજપની સરકાર સૌંપ્રથમ વખત ખેડૂતો માટે 2500 કરોડ સહાયની જાહેરાત, વધારે જરૂર પડશે તો 5000 કરોડ કરતા વધારેની સહાય આપવાની સરકારની તૈયારી કૃષિ મંત્રી નુ મોટું નિવેદન….
માંડલના ટ્રેન્ટ અને ઉધરોજપુરા ખાતે બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરાયું
વડીયા પંથકમાં ધોધમાર વરસાદથી ખેતીપાક તબાહ, 20 વીઘા મગફળીનો પાક પાણીમાં વહાયો
નેશનલ સ્પોર્ટ ડે-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત, વિવિધ રમત-ગમતનુ આયોજન કરતી ગીર સોમનાથ જીલ્લા પોલીસ
નંદાપુરા ખડકીમાં ગટર લાઇન તૂટી: જિયો કંપનીના બેદરકારીભર્યા કામે પિવાનું પાણી દુષિત | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાપરિનિર્વાણ દિવસ પર, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહીત નેતાઓએ બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી
Next Article પરીક્ષા પે ચર્ચા ની 9મી આવૃત્તિ જાન્યુઆરીમાં યોજાશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?