
શ્રીનગર, નવી દિલ્હી, 19 ઓક્ટોબર . કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (સીઆઈકે)ની ટીમે ગુરુવારે કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. ટેરર ફંડિંગ કેસમાં શ્રીનગર, પુલવામા, અનંતનાગ અને કુપવાડામાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સીઆઈકે કાશ્મીર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી દરોડાની કાર્યવાહી ચાલુ હતી.
