નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.) યુવા બાબતો અને રમત મંત્રાલયે બુધવારે, રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી. જાહેરાત મુજબ, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023 ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રેન્કીરેડ્ડી સાત્વિક સાઈ રાજને, બેડમિન્ટનમાં તેમના અમૂલ્ય યોગદાન માટે આપવામાં આવશે.
અન્ય 26 ખેલાડીઓને 2023માં રમતગમત અને રમતોમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ આપવામાં આવશે. ટીમ ઈન્ડિયા માટેના શાનદાર પ્રદર્શન માટે, ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે.
પુરસ્કાર વિજેતાઓને 9 જાન્યુઆરી 2024ના રોજ, રાષ્ટ્રપતિ ભવન ખાતે વિશેષ રીતે આયોજિત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ પાસેથી પુરસ્કારો પ્રાપ્ત થશે.
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023 પ્રાપ્તકર્તાઓની યાદી-
1.ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી (બેડમિન્ટન)
2.રેન્કીરેડ્ડી સાત્વિક સાઈ રાજ (બેડમિન્ટન)
રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ 2023-
1. ઓજસ પ્રવીણ દેવતાલે (તીરંદાજી)
2. અદિતિ ગોપીચંદ સ્વામી (તીરંદાજી)
3. શ્રીશંકર એમ (એથ્લેટિક્સ)
4. પારુલ ચૌધરી (એથ્લેટિક્સ)
5. મોહમ્મદ હુસામુદ્દીન (બોક્સિંગ)
6. આર વૈશાલી (ચેસ)
7. મોહમ્મદ શમી (ક્રિકેટ)
8. અનુષ અગ્રવાલ (ઘોડે સવારી)
9. દિવ્યકૃતિ સિંઘ (અશ્વારોહણ ડ્રેસ)
10. દીક્ષા ડાગર (ગોલ્ફ)
11. કૃષ્ણ બહાદુર પાઠક (હોકી)
12. પુખરમ્બમ સુશીલા ચાનુ (હોકી)
13. પવન કુમાર (કબડ્ડી)
14. રિતુ નેગી (કબડ્ડી)
15. નસરીન (ખો-ખો)
16. કુ. પિંકી (લૉન બાઉલ્સ)
17. ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર (શૂટિંગ)
18. કુ.ઈશા સિંહ (શૂટિંગ)
19. હરિન્દર પાલ સિંહ સંધુ (સ્ક્વોશ)
20. અયહિકા મુખર્જી (ટેબલ ટેનિસ)
21. સુનીલ કુમાર (કુસ્તી)
22. કુ. એન્ટિમ (કુસ્તી)
23. નૌરેમ રોશિબિના દેવી (વુશુ)
24. શીતલ દેવી (પેરા તીરંદાજી)
25. ઇલુરી અજય કુમાર રેડ્ડી (બ્લાઇન્ડ ક્રિકેટ)
26. પ્રાચી યાદવ (પેરા કેનોઇંગ)
રમતગમતમાં ઉત્કૃષ્ટ કોચ માટે, દ્રોણાચાર્ય એવોર્ડ 2023-
1. લલિત કુમાર (કુસ્તી)
2. આર. બી. રમેશ (ચેસ)
3. મહાવીર પ્રસાદ સૈની (પેરા એથ્લેટિક્સ)
4. શિવેન્દ્ર સિંહ (હોકી)
5. ગણેશ પ્રભાકર દેવરુખકર (મલ્લખંભ)
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
