નવી દિલ્હી, 27 નવેમ્બર ( હિ.સ.) એશિઝ શ્રેણીની પહેલી ટેસ્ટ ફક્ત બે દિવસમાં સમાપ્ત થવા છતાં, આંતરરાષ્ટ્રીય
ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ પર્થની પિચને ‘ખૂબ સારી’ રેટિંગ આપી છે. આ
રેટિંગ મેચ રેફરી રંજન મદુગલે દ્વારા, જાહેર કરવામાં આવ્યું હતું.
‘ખૂબ સારી’ એ આઈસીસીની ચાર-સ્તરીય
પિચ રેટિંગ સિસ્ટમમાં સર્વોચ્ચ ગ્રેડ છે, જે સારા ઉછાળા, મર્યાદિત સીમ મૂવમેન્ટ અને સમગ્ર મેચ દરમિયાન સતત ગતિ
દર્શાવે છે.
બે દિવસીય મેચમાં પહેલા દિવસે 305 રનમાં 19 વિકેટ પડી ગઈ.
બીજા દિવસે, ઓસ્ટ્રેલિયાએ એક
જ સત્રમાં ઇંગ્લેન્ડના 205 રનના લક્ષ્યને
સરળતાથી પ્રાપ્ત કરી લીધું. બે દિવસમાં કુલ 101,514 દર્શકો સ્ટેડિયમમાં હાજર રહ્યા.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ચીફ જેમ્સ ઓલસોપે જણાવ્યું
હતું કે,” ફક્ત બે દિવસમાં સમાપ્ત થતી મેચ ત્રીજા અને ચોથા દિવસની ટિકિટ ધરાવતા
દર્શકો માટે નિરાશાજનક હતી,
પરંતુ પર્થ
સ્ટેડિયમની પિચે બેટ અને બોલ વચ્ચે ઉત્તમ સંતુલન પૂરું પાડ્યું હતું.”
તેમણે કહ્યું, મેચ રેફરીની ‘ખૂબ સારી’ રેટિંગ સાબિત કરે છે કે પર્થ સ્ટેડિયમની પિચ બેટ્સમેન અને
બોલર બંને માટે સમાન તકો પૂરી પાડતી હતી. બંને ટીમોના ઝડપી બોલરોના ઉત્તમ પ્રદર્શન
અને સ્પર્ધાની તીવ્રતાએ ટેસ્ટના વહેલા સમાપનમાં ફાળો આપ્યો. જ્યારે તે દર્શકો માટે
નિરાશાજનક હતું, ત્યારે જે
રોમાંચક ક્રિકેટ જોવા મળ્યું તે મોટી સંખ્યામાં ભીડને આકર્ષિત કરશે અને આ ઉનાળામાં
વધુ બાળકોને ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
