નવી દિલ્હી, 9 નવેમ્બર (હિં.સ.) વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની 2024 સીઝન માટે ખેલાડીઓની હરાજી 9 ડિસેમ્બરે મુંબઈમાં થવાની છે.
ઇએસપીએનક્રિકઈંફોના જણાવ્યા મુજબ, પાંચ ટીમોમાંથી પ્રત્યેક પાસે, પહેલાની હરાજીમાંથી બાકી બચેલી બાકી રકમ ઉપરાંત ખેલાડીઓની મુક્તિ ઉપરાંત 1.5 કરોડ રૂપિયાનું વધારાનું પર્સ ઉપલબ્ધ હશે.
કુલ મળીને, 30 સ્લોટ–નવ વિદેશી સહિત–દિવસભર ચાલનારી હરાજીમાં ભરવા માટે ઉપલબ્ધ છે.
તાજેતરમાં કુલ 60 ખેલાડીઓને, પાંચ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાળવી રાખવામાં આવ્યા હતા. જેમાં 21 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે 29 ને રિલીજ કરવામાં આવ્યા હતા. પાછળની હરાજીમાંથી બાકીની રકમ સાથે રિલીઝમાંથી મળેલી રકમ રૂ. 1.5 કરોડના નવા પર્સમાં ઉમેરવામાં આવશે.
ડબ્લ્યુપીએલ ની શરૂઆતની સિઝનમાં, ટીમો પાસે તેમની ટીમ બનાવવા માટે 12 કરોડ રૂપિયા હતા, જે રકમ પાંચમાંથી બે ટીમો, ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ દ્વારા, ખતમ થઈ ગઈ હતી. બાકીની ત્રણ ટીમોમાંથી, ગુજરાત જાયન્ટ્સ પાસે રૂ. 5 લાખ, દિલ્હી કેપિટલ્સ પાસે રૂ. 35 લાખ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે રૂ. 10 લાખ બાકી હતા.
ગત સિઝનમાં પોઈન્ટ ટેબલમાં તળિયે સ્થાન મેળવનાર ગુજરાતે, તેમની લગભગ અડધી ટીમ બહાર પાડી છે, અને તેની પાસે સૌથી વધુ રૂ. 5.95 કરોડનું પર્સ હશે. જેમાં દસ સ્લોટ-ત્રણ વિદેશી સહિત-ભરવા માટે ઉપલબ્ધ હશે. વોરિયર્સ પાસે એક વિદેશી સહિત પાંચ સ્લોટ ભરવા માટે રૂ.4 કરોડ છે. તેઓ પછી રોયલ ચેલેન્જર્સનો નંબર આવે છે. જેઓ ત્રણ વિદેશી સહિત સાત સ્લોટ ભરવા માટે રૂ. 3.35 કરોડ સાથે ચોથા ક્રમે છે.
છેલ્લી સિઝનની રનર્સ-અપ કેપિટલ પાસે, એક વિદેશી સ્પોટ સહિત ત્રણ સ્લોટ ભરવા માટે રૂ. 2.25 કરોડ હશે. પાંચ ફ્રેન્ચાઈઝીમાં મુંબઈમાં સૌથી નાનું પર્સ હશે. જેમાં એક વિદેશી સહિત પાંચ સ્લોટ ભરવા માટે રૂ. 2.1 કરોડ હશે.
ડબ્લ્યુપીએલની શરૂઆતની સિઝન સફળ રહી હતી. જેમાં પાકિસ્તાન સિવાયના શ્રેષ્ઠ ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં 22 મેચોનો સમાવેશ થતો હતો. તમામ મેચો મુંબઈમાં ત્રણ સ્થળોએ રમાઈ હતી. બીસીસીઆઈએ હજુ સુધી બીજી આવૃત્તિ માટે ટૂર્નામેન્ટની તારીખો વિશે ફ્રેન્ચાઇઝીઓને જાણ કરી નથી, અને એ પણ જાહેર કર્યું નથી કે, ટૂર્નામેન્ટ બહુવિધ સ્થળો પર હોમ-એન્ડ-અવે ફોર્મેટમાં રમાશે કે ગત સિઝનની જેમ તે એક જ શહેરમાં.
ગયા વર્ષની હરાજીમાં, સાત ખેલાડીઓની બોલી રૂ. 2 કરોડ સુધીની હતી, અને ત્રણે રૂ. 3 કરોડનો આંકડો પાર કર્યો હતો. જેમાં સ્મૃતિ મંધાના (રૂ. 3.4 કરોડ), એશ્લે ગાર્ડનર (રૂ. 3.2 કરોડ) અને નેટ સાયવરનો સમાવેશ થાય છે. – બ્રન્ટ (રૂ. 3.2 કરોડ) શામિલ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
