અત્યારસુધીના સર્વશ્રેષ્ઠ ભારતીય ક્રિકેટરોમાંના એક, વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાના નામે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. 2025 ની આઈપીએલ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી એક મહત્વપૂર્ણ મેચ દરમિયાન તેણે ટી-20 ક્રિકેટમાં 13,000 રનની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિરાટ કોહલી માત્ર ભારતનો પહેલો બેટ્સમેન જ નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં આવા કારનામો કરનાર માત્ર પાંચમો બેટ્સમેન બન્યો છે.
BulletsIn
-
વિરાટ કોહલીએ ટી-20 ક્રિકેટમાં 13,000 રન પૂર્ણ કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી.
-
કોહલી આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે.
-
તેઓ વિશ્વના માત્ર પાંચમા બેટ્સમેન બન્યા છે જેમણે ટી-20માં 13,000 અથવા વધુ રન બનાવ્યા છે.
-
તેમનાથી પહેલા ક્રિસ ગેલ, એલેક્સ હેલ્સ, શોએબ મલિક અને કિરોન પોલાર્ડએ આ સિદ્ધિ મેળવી છે.
-
વિરાટ કોહલીની ટી-20 ક્રિકેટમાં સરેરાશ 42 જેટલી છે.
-
તેમનો સ્ટ્રાઇક રેટ 134 છે, જે આ ફોર્મેટ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
-
કોહલીએ અત્યાર સુધી ટી-20માં 9 સદી અને 98 અડધી સદીઓ ફટકારી છે.
-
આઈપીએલમાં પણ તેઓ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
-
આઈપીએલમાં તેમને 256 મેચમાં 8111 રન બનાવ્યા છે.
-
આઈપીએલમાં તેમનો સરેરાશ 38.81 અને સ્ટ્રાઇક રેટ 132.01 છે.
