રોમ, નવી દિલ્હી,30 જાન્યુઆરી : નવા મુખ્ય કોચ ડેનિયલ ડી રોસીની આગેવાનીમાં, રોમાએ સોમવારે સેરી એ-માં સાલેર્નિટાનાને 2-1થી હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી.
પ્રથમ હાફ ગોલ રહિત રહ્યા બાદ, રોમાએ બ્રેક બાદ 51મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરીને રોમાને 1-0 ની લીડ અપાવી હતી. મેચની 66મી મિનિટે લોરેન્ઝો પેલેગ્રીનીએ રિક કાર્સડોર્પના ક્રોસ પર, શાનદાર ગોલ કરીને રોમાને 2-0ની લીડ અપાવી હતી.
70મી મિનિટે ગ્રીગોરીસ કાસ્તાનોસે, સાલેર્નિટાના માટે એકમાત્ર ગોલ કર્યો અને સ્કોર 2-1 થઈ ગયો, જે આખરે નિર્ણાયક સ્કોર સાબિત થયો.
જીત સાથે, રોમા અસ્થાયી ધોરણે 35 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે સાલેર્નિટના સૌથી નીચેના સ્થાને છે.
