અકારા, નવી દિલ્હી, 2 માર્ચ : ઘાનાના ઉપરાષ્ટ્રપતિ મહામુદુ બાવુમિયાએ શુક્રવારે, આ મહિને ઘાનામાં યોજાનારી 13મી આફ્રિકન ગેમ્સના મુખ્ય સ્થળનું ઉદ્ઘાટન કર્યું.
11,000 બેઠકોની ક્ષમતા સાથે, યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં તમામ ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ માટે, સુવિધાઓ છે. આ સ્ટેડિયમ ગેમ્સના ઉદઘાટન અને સમાપન સમારોહનું પણ આયોજન કરશે.
સિન્હુના હવાલાથી બાવુમિયા એ ટાંક્યું હતું કે,” જ્યારે ઘાનાને ગેમ્સની યજમાની માટે લીલીઝંડી મળી હતી, ત્યારે તેમની પાસે અપૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. જેણે તેના પ્રથમ આફ્રિકન ગેમ્સની યજમાનીનું સ્વપ્ન શક્ય બનાવવા માટે, વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની મોટી જવાબદારી હતી.”
તેમણે કહ્યું કે,” દેશને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માત્ર એક સપ્તાહ દૂર ગેમ્સની યજમાની માટે સખત મહેનત અને સમર્પણની જરૂર છે.”
બાવુમિયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ઓફ ઘાના સ્પોર્ટ્સ સ્ટેડિયમનું, કમિશનિંગ એ ઘાના માટે આગળનું બીજું એક મોટું પગલું છે જે થોડા દિવસોમાં આફ્રિકન ગેમ્સનું આયોજન કરવાની અમારી તૈયારીને પ્રતિબિંબિત કરે છે.
ઘાનાની રાજધાની અકરામાં આવતા શુક્રવારથી 13મી આફ્રિકન ગેમ્સ શરૂ થઈ રહી છે, જેમાં દરિયાકાંઠાના શહેર કેપ કોસ્ટમાં કેટલીક ઈવેન્ટ્સ યોજાશે.
