વિશાખાપટ્ટનમ, નવી દિલ્હી,બુધવારે વિશાખાપટ્ટનમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) સામે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની મેચ દરમિયાન, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.
આઈપીએલ દ્વારા, ગુરુવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઈપીએલ આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓથી સંબંધિત, દિલ્હી કેપિટલ્સ ટીમનો સીઝનનો આ બીજો ગુનો હતો. તેથી પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ ઇલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 6 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા, જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.”
મેચની વાત કરીએ તો, આ મેચમાં કેકેઆરએ પ્રથમ બેટિંગ કરતા સુનીલ નારાયણ (39 બોલ, 85 રન, 7 ફોર, 7 સિક્સ), અંગક્રિસ રઘુવંશી (27 બોલ, 54 રન, 5 ફોર, 3 સિક્સ), આન્દ્રે રસેલ (19 બોલ, 41 રન, 4 ફોર, 3 સિક્સર) અને રિંકુ સિંહ (8 બોલ, 26 રન, 1 ફોર, 3 સિક્સ)ની મદદથી, 20 ઓવરમાં 7 વિકેટે 272 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
જવાબમાં દિલ્હીની ટીમ 17.2 ઓવરમાં, 166 રનમાં સમેટાઈ ગઈ હતી. દિલ્હી માટે કેપ્ટન ઋષભ પંત (55) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (54) એ શાનદાર અડધી સદી રમી હતી. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન, ટકીને રમી શક્યા નહોતા. 6 બેટ્સમેન, ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા.
