ઢાકા, નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન, દેશની 12મી સંસદીય ચૂંટણી લડશે.
ઇએસપીક્રિકઇન્ફોના જણાવ્યા અનુસાર, તે સત્તાધારી અવામી લીગ પાર્ટી તરફથી તેના હોમ ડિસ્ટ્રિક્ટ મગુરા-1 મતવિસ્તારમાંથી, ચૂંટણી લડશે. જે 7 જાન્યુઆરીના રોજ ચૂંટણી માટે મતદાન થવાનુ છે.
શાકિબ હાલમાં 6 નવેમ્બરે, શ્રીલંકા સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન આંગળીમાં થયેલી ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. તે ક્યારે મેદાનમાં પરત ફરશે તે હજુ સ્પષ્ટ નથી.
ન્યુઝીલેન્ડ સામે 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી બે ઘરેલું ટેસ્ટ બાદ, બાંગ્લાદેશ 11 થી 31 ડિસેમ્બર સુધી, છ સફેદ બોલ મેચો માટે ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. શાકિબે વર્લ્ડ કપ પહેલા જાહેરાત કરી હતી કે તે વન ડે કેપ્ટન પદ છોડી દેશે, પરંતુ ટી-20 ટીમનો કેપ્ટન રહેશે.
ત્રણ ટી-20 મેચો 27 થી 31 ડિસેમ્બર દરમિયાન રમાશે અને જૂન 2024 માં આગામી ટી-20 વર્લ્ડ કપ સાથે, ટીમોએ પહેલેથી જ તેમની ટી-20 યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે.
શાકિબ બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન મશરફે મર્તુઝાને ફોલો કરી રહ્યો છે. જે ગત ચૂંટણી દરમિયાન, નરેલથી સાંસદ બન્યા હતા. મશરફે આ વર્ષે ફરી ચૂંટણી લડી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં ક્રિકેટ અને રાજકારણનો સંબંધ ઘણો જૂનો છે. શાકિબ અને મશરફે ઉપરાંત બીસીબી પ્રમુખ નઝમુલ હસન 2009થી સાંસદ છે. તેમણે ફરી એકવાર તેમના કિશોરગંજ મતવિસ્તારમાંથી, નોમિનેશન મેળવ્યું. બીસીબીના ડાયરેક્ટર શફીઉલ આલમ ચૌધરીએ પણ, મૌલવીબજાર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન નૈમુર રહેમાન, જે વર્તમાન સાંસદ હતા, આગામી ચૂંટણી માટે માણિકગંજ બેઠક મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
