નવી દિલ્હી, 21 નવેમ્બર (હિં.સ.) ઓપનર ડેવિડ વોર્નર ભારત વિરૂદ્ધ 23 નવેમ્બરથી શરૂ થનારી પાંચ મેચની, ટી-20 શ્રેણીમાં ભાગ નહીં લે.
આવતા વર્ષે પાકિસ્તાન સામેની સિડની ટેસ્ટ બાદ, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહેલા વોર્નરે, વર્લ્ડ કપમાં લગભગ 50ની એવરેજથી 535 રન બનાવ્યા હતા. પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, કેમેરોન ગ્રીન અને મિશેલ માર્શ સાથે ઓપનિંગ બેટ્સમેનને, આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એક નિવેદન અનુસાર, ચયનકર્તાઓએ નિર્ણય લીધો છે કે, વોર્નર હવે વર્લ્ડકપના સફળ પરંતુ પડકારજનક અભિયાન બાદ, સ્વદેશ પરત ફરશે.
આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કરનાર પશ્ચિમી ઓસ્ટ્રેલિયન ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર એરોન હાર્ડીને ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વધુમાં, કેન રિચાર્ડસનને સ્પેન્સર જ્હોન્સનના સ્થાને, ટીમમાં બોલાવવામાં આવ્યો છે, જે હેમસ્ટ્રિંગની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ શ્રેણીમાં મેથ્યુ વેડ ઓસ્ટ્રેલિયન ટીમની આગેવાની કરશે.
ઓસ્ટ્રેલિયન ટી-20 ટીમ આ પ્રમાણે :- મેથ્યુ વેડ (કેપ્ટન), આરોન હાર્ડી, જેસન બેહરનડોર્ફ, સીન એબોટ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, તનવીર સાંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, કેન રિચર્ડસન, એડમ ઝમ્પા.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી / ડો હિતેશ
