• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વડોદરા જિલ્લાની 65 માધ્યમિક શાળા માટે , કૌશલ્ય સ્પર્ધા યોજાઇ
Regional

વડોદરા જિલ્લાની 65 માધ્યમિક શાળા માટે , કૌશલ્ય સ્પર્ધા યોજાઇ

CliQ INDIA
Last updated: December 11, 2025 1:10 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

– વોકેશનલ શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી વિષયોનું સૈદ્ધાંતિક તથા પ્રયોગાત્મક માર્ગદર્શન માટે કરાયું આયોજન

વડોદરા,10 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લાની સમગ્ર શિક્ષા અંતર્ગત આઠ તાલુકાની કુલ ૬૫ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી વિષયોનું સૈદ્ધાંતિક તથા પ્રયોગાત્મક માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી સમગ્ર શિક્ષા, વડોદરા દ્વારા “કૌશલ્ય ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજનના પ્રથમ તબક્કામાં શાળા કક્ષાએ કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક શાળાએ એક કૃતિ રજૂ કરી હતી. એક કૃતિ માટે ચાર વિદ્યાર્થીઓ અને એક વોકેશનલ શિક્ષકની ટીમે સંબંધિત પ્રોજેક્ટનું અનુદર્શન આપ્યું હતું. ત્યારબાદ જિલ્લાના સમા પ્રાથમિક શાળા ખાતે જિલ્લાકક્ષાની કૌશલ્ય સ્પર્ધા યોજવામાં આવી હતી.

કાર્યક્રમનું મુખ્ય ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી તથા પ્રોજેક્ટ સંકલનકર્તા મહેશ પાંડેના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વોકેશનલ શિક્ષકોને પ્રોત્સાહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે બેઠક તથા ભોજનની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

જિલ્લા સંકલનકર્તા પ્રજ્ઞેશ પટેલે રજૂ થયેલી તમામ કૃતિઓ ઉત્તમ હોવાનું જણાવ્યું હતું. કુલ પૈસઠ કૃતિઓનું મૂલ્યાંકન નિર્ણાયક મંડળે આખો દિવસ સ્થળ પર જઈને કર્યું હતું. રજૂ થયેલી કૃતિઓનું ગુણાત્મક નિરીક્ષણ કરી સરકારની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું અને પ્રથમ, દ્વિતીય તથા તૃતીય સ્થાન નક્કી કરવામાં આવ્યા હતા.

પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા લાયકાત પ્રાપ્ત કરી હતી, જે વડોદરા જિલ્લામાં ગૌરવ લાવનાર વિષય રહેલો.

તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓને તથા વોકેશનલ શિક્ષકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

સમગ્ર શિક્ષા હેઠળની આ પહેલનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને સાકાર કરવાનો તથા રાજ્યના યુવાનોને તેમની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવા સુલભ મંચ ઉપલબ્ધ કરાવવાનો રહેલો.

આ સંદર્ભે સમગ્ર શિક્ષા સંકલનકર્તા મુકેશ શર્માએ જણાવેલું કે આ પ્રોજેક્ટનું મહત્વ વિશેષ રહેલું છે અને આવનારા દિવસોમાં ધોરણ નવથી બારની વધુ હાઈસ્કૂલોને વોકેશનલ પ્રવાહ સાથે જોડવામાં આવનાર છે, જેથી વિદ્યાર્થીઓ હસ્તગત કરેલ કૌશલ્યો વિવિધ નવા વ્યવસાયક્ષેત્રોમાં પ્રદર્શિત કરી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

પ્રિ-મોન્સુનની કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ | BulletsIn
પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણી ખાતે યોજાઈ તૃતીય સોપાન તાલીમ શિબિર
શ્રી જીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનાં સભ્યોએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા
કોડીનાર પંથકમાં ડોળાસા ગામે ગટરનું કામ હાથ ધરાયું
પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 167મી જન્મજયંતિ, વિધાનસભા અધ્યક્ષએ વિધાનસભા પોડિયમ ખાતે તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિવાળી ની રોશની વધી, યુનેસ્કોએ તેને અમૂર્ત ધરોહર જાહેર કરી
Next Article માનવ અધિકારો, વ્યક્તિઓ અને સમાજ બંનેને સશક્ત બનાવે છે: સીપી રાધાકૃષ્ણન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?