મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને ચોમાસા પૂર્વે અને ચોમાસાની સિઝન દરમિયાન જરૂરી કામગીરીઓના આયોજન માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 1 જૂનથી નિયત કામગીરીઓને લઈ અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
BulletsIn
- 1 જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે.
- વરસાદલક્ષી બાબતોની વિગતો જિલ્લા કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવાની સુચના.
- ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર અને બચાવ કામગીરીની તૈયારીઓ.
- માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય-વળતરની રકમ ઝડપથી ચૂકવવાનો ઉલ્લેખ.
- સ્થાનિક તરવૈયાઓ, બુલડોઝર, ટ્રેકટર વગેરેની અદ્યતન વિગતો રાખવાની સૂચના.
- આશ્રયસ્થાનોની પ્રાથમિક સુવિધાઓની ચકાસણી અગાઉથી જ કરવાની જરૂરીયાત.
- કોઝ-વે પર પાણીનું માપ દર્શાવતા સાઇન બોર્ડ લગાવવા સૂચના.
- જર્જરિત ઇમારતો અને ટાવરનો સર્વે, જોખમી ઈમારતોને ધરાશાયી કરવાની કાર્યવાહી.
- ડેમ ખાતેના વાયરલેસ ઉપકરણો, રસ્તાઓ અને ડેમમાંથી પાણી છોડવા માટેની તૈયારી.
- પીવાના પાણીની ક્લોરિનેશન અને વીજ પુરવઠા માટેની પૂર્વ તૈયારી.
- ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ, સફાઈ, દવા છંટકાવ અને અગ્નિશમન સાધનોની તૈયારી.
- પાક નુકસાનીના કિસ્સામાં સમયસર સર્વે, આરોગ્યલક્ષી કામગીરી અને મેડિકલ કિટની તૈયારી.
