• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન,સમગ્ર દેશમાં બેસ્ટ પર્ફોર્મિંગ રાજય તરીકે ગુજરાતને એવોર્ડ
Regional

રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન,સમગ્ર દેશમાં બેસ્ટ પર્ફોર્મિંગ રાજય તરીકે ગુજરાતને એવોર્ડ

CliQ INDIA
Last updated: October 19, 2025 6:46 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE
સમગ્ર દેશમાં બેસ્ટ પર્ફોર્મિંગ રાજય તરીકે ગુજરાતને એવોર્ડ

તાપી/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ.) કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના અધ્યક્ષસ્થાને “આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ કોન્કલેવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’-PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી શાહ મીના હુશેને સ્વીકાર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં PM-JANMAN, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને આદિ કર્મયોગી અભિયાનનો સફળ અમલ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાન હેઠળ સમાવિષ્ટ વહિવટી વિભાગોના સમન્વય અને અથાગ મહેનતના પરિણામે PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં બેસ્ટ પર્ફોર્મિંગ રાજય તરીકે ગુજરાત તેમજ વિવિધ જિલ્લાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે જિલ્લા કક્ષાની કામગીરી ધ્યાને રાખી PM-JANMAN હેઠળ બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે નવસારી જિલ્લાની પસંદગી કરી હતી. જેમાં રાષ્ટ્રપતિના હસ્તે નવસારી જિલ્લા કલેકટર દ્વારા એવોર્ડનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ‘આદિ કર્મયોગી અભિયાન’ દરમિયાન વિશિષ્ટ કામગીરી માટે બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે વલસાડ જિલ્લાની પસંદગી બદલ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે વલસાડ જિલ્લા કલેકટરશ્રી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.

આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં PM-JANMAN, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને આદિ કર્મયોગી અભિયાનના અમલમાં નોંધનીય કામગીરી બદલ તાપી, આદિ કર્મયોગી અભિયાન હેઠળ પસંદ કરેલ સુપર કોચ-સ્ટેટ માસ્ટર ટ્રેનર્સ તરીકે ગુજરાતના ટ્રાયબલ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર સી.સી. ચૌધરી તેમજ શ્રી આકાશ ભલગામાને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જ્યારે બેસ્ટ પર્ફોર્મિંગ ITDAs તરીકે ગુજરાતના છોટા ઉદેપુર અને દાહોદ, ધરતી આબા અભિયાનમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લામાં ડાંગ અને દાહોદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આદિ કર્મયોગી અભિયાનમાં દેશમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે વલસાડ, સુરત, ભરૂચ અને તાપીને એવોર્ડ આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, નેશનલ કોન્કલેવ દરમિયાન ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસ માટે PM-JANMAN, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.રાષ્ટ્રપતિશ્રી ઉપરાંત વિવિધ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ કોન્કલેવ દરમિયાન આ અભિયાનના સફળ અમલ અંગે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર રાજય અને જિલ્લાઓને બેસ્ટ પર્ફોમન્સ તરીકે રાષ્ટ્રપતિના હસ્તે પ્રોત્સાહિત કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આ કોન્કલેવમાં આદિ કર્મયોગી અભિયાન હેઠળ સમાવિષ્ટ રાજયોના અધિકારીશ્રીઓ, સ્ટેટ માસ્ટર ટ્રેનર, ડિસ્ટ્રીક માસ્ટર ટ્રેનર અને ગ્રામ્ય કક્ષાના આદિ કર્મયોગી સહયોગી અને સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

કોડીનાર વેલણ-કોટડા રોડનો રસ્તો પહોળો કરવાની કામગીરી પ્રગતિમાં માલાશ્રમ, કાજ, વેલણ, માઢવડ અને કોટડાના ગ્રામજનો માટે સરળ બનશે વાહનવ્યવહાર
હૈદરાબાદ ખાતે “રાષ્ટ્રીય એકતા શિબિર–૨૦૨૫”માં સહભાગી થનાર બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીનું અભિવાદન કરાયું
સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રાણીયા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબનો પ્રારંભ
કચ્છમાં “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. 29થી 31 ઓગસ્ટ વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ
ગુજરાત સ્ટેટ મેડિકલ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટરીયલ સ્ટાફ ની બેઠક શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનની એક-એક ઇંચ જમીન બ્રહ્મોસની પહોંચમાં છે: રાજનાથ સિંહ
Next Article મતદાનના દિવસે બધા કર્મચારીઓને સ-વેતન રજા મળશે: ચૂંટણી પંચ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?