ભુજ/અમદાવાદ,06 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જે અન્વયે સમગ્ર રાજ્યમાં આવેલી સરકારી સંસ્થાઓની કચેરીમાં સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી હતી. જુની ફાઈલો, ભંગાર, રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
ગાંધીધામ તાલુકા પંચાયત ખાતે કાર્યરત આઇ. આર.ડી.પી શાખામાં રેકર્ડ વર્ગીકરણ અને સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અભિયાન જન જન સુધી પહોંચે તે માટે સરકારશ્રી દ્વારા જિલ્લાથી માંડીને ગ્રામ્યકક્ષા સુધી કચ્છમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ પણ સામેલ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
