નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભારત મનોરંજન ક્ષેત્રે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. મીડિયા અને મનોરંજન ક્ષેત્ર દર વર્ષે 20 ટકાના વિકાસ દરે વધી રહ્યું છે.
સોમવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 54 માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (ફિક્કી) વિશે માહિતી આપતા ઠાકુરે કહ્યું કે, ફિક્કી 20 થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશે. તે ફિલ્મો માટેનું વૈશ્વિક પ્લેટફોર્મ છે. અહીં વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોને પ્લેટફોર્મ મળે છે અને સન્માનિત થાય છે.
ઠાકુરે કહ્યું કે, ભારતમાં દર વર્ષે વિશ્વમાં સૌથી વધુ ફિલ્મોનું નિર્માણ થાય છે. ઓટીટી (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ દેશમાં ઝડપથી વિસ્તરી રહ્યાં છે. ઓટીટી પર હજારો કલાકની સામગ્રી ઉપલબ્ધ છે. ભારતીય ફિલ્મો અને વેબ સિરીઝ ઓટીટી પર વ્યાપકપણે જોવામાં આવે છે. આ ક્ષેત્ર રોજગારીની તકો ઉભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. હવે ઓટીટી કેટેગરીમાં પણ વધુ સારી ફિલ્મોને સન્માનિત કરવામાં આવશે.
ઠાકુરે કહ્યું કે, ફિક્કી તરફ વિશ્વના ફિલ્મ નિર્માતાઓનું આકર્ષણ વધ્યું છે. આ વખતે વિદેશની ફિલ્મોની એન્ટ્રીમાં ત્રણ ગણો વધારો થયો છે. આ વર્ષે જાણીતા હોલીવુડ અભિનેતા માઈકલ ડગ્લાસને, ગોવામાં આયોજિત 54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં, પ્રતિષ્ઠિત સત્યજીત રે એક્સેલન્સ ઇન ફિલ્મ લાઈફટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / દધીબલ / ડો. હિતેશ / માધવી
