• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > મુખ્યમંત્રીએ ભાવનગર શહેર અને જિલ્લાને 575.99 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પણ કરી
Regional

મુખ્યમંત્રીએ ભાવનગર શહેર અને જિલ્લાને 575.99 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પણ કરી

CliQ INDIA
Last updated: January 22, 2024 12:40 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, 22 જાન્યુઆરી (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાનાં કુલ 575.99 કરોડ રૂપિયાના જનસુખાકારીનાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ રવિવારે, વિદ્યાનગર વિસ્તારમાં નિર્માણાધીન નવી કલેક્ટર કચેરી ખાતે વિધિવત પૂજન કરી ખાતમુહૂર્ત કર્યુ હતુ, ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે તેમનાં હસ્તે વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં કહ્યુ હતુ કે દેશ અને દુનિયામાં ગુજરાત મોડેલની ચર્ચા થઇ રહી છે તે સિદ્ધિ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આભારી છે. આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનનો લાભ ગત બે દાયકાથી ગુજરાતને મળી રહ્યો છે.

આજે કરોડ, બે કરોડ કે પાંચ કરોડ રૂપિયાના વિકાસકામોની વાત લોકો માટે સામાન્ય થઇ ગઇ છે, કારણ કે વિકાસ કામો માટે પૈસાની કોઈ મુશ્કેલી રહી નથી અને ગુણવત્તાયુક્ત કામો થાય છે.

આવતીકાલે ભગવાન શ્રીરામ 500 વર્ષ પછી મંદિરમાં બિરાજમાન થશે. આજે આપણે રામમય બન્યા છીએ ત્યારે પ્રભુ શ્રીરામના કર્તવ્યપાલનના ગુણને પણ જીવનમાં ઉતારીએ તેવી હર્દય સ્પર્શી અપિલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બે દાયકા પહેલાં 2003માં ”વાયબ્રન્ટ ગુજરાત” સમિટની શરુઆત કરી તે સમયનાં તેમનાં વિઝનને આજે દેશ અને દુનિયા સ્વીકારી રહ્યાં છે.

તે સમયે જ્યારે દેશ વૈશ્વિક સ્તરે હરિફાઇમાં નહોતો ત્યારે ગુજરાત વૈશ્વિક સ્તરે હરિફાઇમાં હતું.

વિશ્વભરમાં લોકો આજે ભારત તરફ મીટ માંડે છે તે વડાપ્રધાનશ્રીની દૂરંદેશીને આભારી છે.

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આપેલા નવ સંકલ્પો સ્વચ્છતા, સ્વાસ્થ્ય ,યોગ,સ્પોર્ટ્સ, ડિજિટલ પેમેન્ટ, વ્યસનમુક્તિ, સ્વદેશી ઉત્પાદનોનો આગ્રહ, મિલેટ શ્રી અન્નને પ્રોત્સાહન વગેરે બાબતોને જીવનનું અભિન્ન અંગ બનાવવા તેમણે અપિલ કરી હતી.

શ્રી ભુપેન્દ્ર પટેલે વિકાસની સાથે વિરાસત અને સંસ્કૃતિનું પણ જતન કરીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સૌને સાથે મળી કાર્યરત થવા આહવાન કર્યું હતું.

પ્રભારી સચિવશ્રી અને રાહત કમિશનરશ્રી આલોકકુમાર પાંડેએ કહ્યું હતુ કે, સામાન્ય માણસોને પડતી અગવડોનેને સગવડ અને સુવિધામાં રૂપાંતરિત કરવામાં ગુજરાત સરકાર અગ્રેસર છે. નવી કલેકટર કચેરી બનતા તમામ મહેસૂલી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, જેના કારણે લોકોને સરકારી કામગીરીમાં ઘણી સરળતા રહેશે. જિલ્લામાં કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ લાઈન ડિપાર્ટમેન્ટ સારી કામગીરી કરી રહ્યા છે, જેનું પ્રતિબિંબ જિલ્લાના વિકાસમાં જોવા મળી રહ્યું છે.

ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અવિરત રાખી છે. ભાવનગર માટે જીવાદોરી સમાન રિંગરોડની ભેટ આપવા બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને ઋણસ્વીકાર કરું છું.

મેયરશ્રી ભરતભાઇ બારડે સમારોહને સંબોધતા કહ્યુ હતુ કે જનસુખાકારીના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ સમગ્ર જિલ્લો મુખ્યમંત્રીશ્રીનો આભાર માને છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી થઇ રહેલાં કામોએ અમારી શ્રદ્ધા વધુ મજબૂત કરી છે.

સમારોહની આભારવિધિમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.કે. મહેતાએ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ તેમજ જિલ્લાના વિકાસને નવી દિશા આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માની ઋણ સ્વીકાર કર્યુ હતુ.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વે શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી શિવાભાઈ ગોહિલ, પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણી, ડેપ્યુટી મેયરશ્રી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઈ રાબડિયા, જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા, રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર,મહાનગરપાલિકા કમિશનરશ્રી એન.વી.ઉપાધ્યાય, પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્નરશ્રી જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા , મહારાજા કૃષણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરશ્રી એમ.એમ.ત્રિવેદી, સ્થાનિક આગેવાનોશ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી રાઘવજીભાઈ મકવાણા સહિતના મહાનુભાવો,અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/માધવી

You Might Also Like

આહવા એસટી ડેપો ખાતે માર્ગ સલામતી સપ્તાહ સાથે ‘ડ્રાયવર્સ ડે’ યોજાયો
કુંકાવાવ તાલુકાના લાખાપાદર ગામે મંત્રી કૌશિક વેકરિયાની મુલાકાત, રામામંડળ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
વડોદરામાં દાદા ભગવાનની 117મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ | BulletsIn
વિકાસલક્ષી બધા જ પ્રોજેક્ટ્સ, સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત ધોરણે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરીએઃ મુખ્યમંત્રી
પનાસ સ્થિત પ્રજ્ઞાનગર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની જાગૃતિ શિબિર યોજાઇ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અયોધ્યાધામમાં આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, વડાપ્રધાન મોદી તમામ ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે
Next Article પીસીબી એ એનઓસી આપવાનો ઇનકાર કર્યા બાદ, મોહમ્મદ હારિસે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ છોડી દીધી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?