રાજકોટ,24 નવેમ્બર (હિ.સ.) સાંઢીયા પૂલ નજીક પુરપાટ ઝડપે આવતી કારે અક્સ્માત સર્જ્યો હતો. બેકાબુ કાર ચાલકે એકટીવા પર બેઠેલી મહિલાને ઠોકર મારી હતી. આ અકસ્માતની ઘટના સમગ્ર CCTVમાં કેદ થઈ ગઈ હતી.ટક્કર વાગ્યા બાદ મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને તાત્કાલિકના ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.ત્યાર બાદ કાર ચાલકે અકસ્માત સર્જી નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેની કાર ડિવાઈડર સાથે ટકરાઈને પલ્ટી મારી ગઈ હતી. કારની અંદરથી દારૂની બોટલ પણ મળી આવી હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બીજી તરફ કારચાલક હાલ ફરાર છે. પોલીસે અકસ્માતનો ગુનો(23 November 2023) દાખલ કરીને ફરાર કાર ચાલકને દબોચવા માટે તપાસ આદરી છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
