• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > નવા વર્ષમાં ટ્રાફિક નિયમો પાળવાનો પણ સંકલ્પ કરીએ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- 2026ની ઉજવણીનો પ્રારંભ
Regional

નવા વર્ષમાં ટ્રાફિક નિયમો પાળવાનો પણ સંકલ્પ કરીએ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- 2026ની ઉજવણીનો પ્રારંભ

CliQ INDIA
Last updated: January 2, 2026 5:55 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

જૂનાગઢ, 02 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ ખાતેથી માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટે અને ટ્રાફિકના નિયમો પાળવા માટે લોકો પ્રેરિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ થયો છે. માર્ગ સલામતી કાર્યક્રમ- 2026 ની સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીથી સ્વામિનારાયણ મંદિર સુધી ટ્રાફિક નિયમોની અવેરનેસ પ્રસરાવવા રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.

જિલ્લા કલેકટર અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ આર.ટી.ઓ. તથા પોલીસ અને વેટરનરી કોલેજના એનએસએસ યુનિટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડે વિદ્યાર્થીઓને સમાજમાં ટ્રાફિકના નિયમો પાળવા માટે જાગૃતિ પ્રસરાવવા માટે સંદેશાવાહક બનવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમો પાળવા જરૂરી છે, ખાસ ખાસ રોજિંદા જીવનમાં ટ્રાફિકના નિયમોને અનુસરવા માટે એક હેબિટ ફોર્મેશન થાય તે પણ એટલું જ આવશ્યક છે, તેમણે લોકોની સલામતી માટે જરૂરી નિયમો પાળવા માટે સહકાર આપવા માટે પણ અપીલ કરી હતી.

રાહ-વીર યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, માર્ગ અકસ્માતનો ભોગ બનનાર લોકોના જીવનને બચાવવા માટે મદદરૂપ થનારને જાહેર સન્માન સાથે રૂ.25000 જેટલી રાશિથી પુરસ્કૃત પણ કરવામાં આવે છે. તેમ ઉમેર્યું હતું.

વેટરનરી કોલેજના આચાર્ય અને ડીન એસ. આર. ગડારીયાએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અનુસરવા માટે પ્રેરિત કરવા અને સમાજમાં ટ્રાફિક નિયમો અંગે અવેરનેસ પ્રસરવવા માટે અપીલ કરી હતી. ઉપરાંત સારા નાગરિક બનવા માટે ટ્રાફિક નિયમો અનુસારવાની આદત કેળવાય તે પણ એટલી જ જરૂરી છે. વાહન ચાલકોની બેદરકારીથી નિર્દોષ રાહદારીઓ ભોગ ન બને તે માટે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી ગણાવી હતી.

એઆરટીઓ એ.પી. પંચાલે જણાવ્યું હતું કે, મોટર વ્હીકલ એક્ટ ઉદ્દેશ માર્ગ સલામતીનો છે, માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે જનજાગૃતિ સાથે નિયમોની અમલવારી પણ એટલી જ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે, ટ્રાફિક નિયમોનું પાલન દંડથી બચવા માટે નહીં, પરંતુ લોકોના જીવનના રક્ષણ કરવા માટે છે. આ સાથે તેમણે ડ્રાઇવિંગમાં અતિ આત્મવિશ્વાસ જોખમરૂપ સાબિત થઈ શકે છે, જેથી કાળજીપૂર્વક વાહન ચલાવવું જરૂરી છે.

નાયબ પોલીસ અધિક્ષક એ. એસ. પટણીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માત માટે ટ્રાફિકના નિયમો અનુસારવાની સાથે વ્હીકલની જાળવણી રાખવી જરૂરી છે, જેથી વાહનમાં કોઈ ક્ષતિથી અકસ્માત ન સર્જાય. ટ્રાફિક નિયમો અને નિયમન સમાજની સુરક્ષા માટે છે, રાજ્ય સરકારે પણ તે સંદર્ભે વિશેષ જાગૃતિ કેળવાય તે માટે પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે.

ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરએચ કે. હુંબલે વિદ્યાર્થીઓને નવા વર્ષમાં ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે પણ એક સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, 18 થી 45 ઉંમરની વય જૂથના લોકોના એટલે કે, વર્કિંગ અને યંગએજ લોકોના અકસ્માત થવાનું પ્રમાણ વધારે છે, તેનાથી પરિવારની સાથે દેશને પણ નુકસાન થાય છે, એક ભૂલથી જિંદગી ખોઈ બેસી એ તે વ્યાજબી નથી. પળવારની ભૂલથી માનવ જિંદગીને ગંભીર ઇજા થતી હોય છે. આ સાથે તેમણે ટ્રાફિકના નિયમો અનુસરી સાવચેતીપૂર્વક સેફ ડ્રાઇવિંગ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.આરટીઓ ઇન્સ્પેક્ટર એ.એન. પંચાલે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, માર્ગ સલામતી વધે અકસ્માત ઘટે તે માટે સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન ટ્રાફિકના નિયમો અનુસરવા માટે જનજાગૃતિ વધારવા માટે રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.

માર્ગ સલામતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિવાસી અધિક કલેકટર સુશ્રી બી એસ બારડ સહિતના મહાનુભાવોએ ટ્રાફિક અવેરનેસ માટેની રેલીને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો, ઉપરાંત વેટરનરી કોલેજના જુદા જુદા વિભાગની મુલાકાત કરી, પશુ આરોગ્ય સંભાળ સહિતની વિગતોથી અવગત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, હેલ્મેટ પહેરો, લેનમાં રહો – સુરક્ષિત રહો, સીટ બેલ્ટ બાંધો, રોંગ સાઈડમાં વાહન ન ચલાવો ગતિ મર્યાદાનો ભંગ ન કરો સહિતના ટ્રાફિક નિયમો પાળવા માટે સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન લોકોને પ્રેરિત કરાશે.

આ પ્રસંગે વેટરનરી કોલેજના એનએસએસ યુનિટના કો ઓર્ડીનેટર ડો. એસ. વી. માવદિયાએ આભારવિધિ કરી હતી. ઉપરાંત આ પ્રસંગે વેટરનરી કોલેજના અધ્યાપક ગણ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

વસઈમાં પદયાત્રીઓ માટે આરોગ્ય સેવા: કુકરવાડા નાગરિક બેંકના સહયોગથી મેડિકલ કેમ્પનો પ્રારંભ
અયોધ્યા યાત્રા હવે વધુ અનુકૂળ – મહેસાણા થકી નવી ટ્રેન સેવા શરૂ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિઝનરી પહેલને કારણે, ભારતે વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029 માટે બિડ મેળવી
પ્રધાનમંત્રી આવાસમાં મકાનો આપવાને બહાને 10થી વધુ લોકો સાથે 13.93 લાખની છેતરપિંડી
નીમનળિયા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ કાર્યક્રમ યોજાયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીમાં ઠંડીનો કડાકો, મહત્તમ તાપમાન ઘટી શકે છે, વાયુ પ્રદૂષણ ‘ખતરનાક’
Next Article કીર્તિ કુલ્હારીના જીવનમાં પ્રેમ પાછો ફર્યો, ફરી એકવાર એક નવી વાર્તા શરૂ થઈ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?