
– અંદાજીત રૂ.650 લાખના ખર્ચે માતરીયા તળાવનું રીનોવેશન, અપગ્રેડેશન એન્ડ બ્યુટીફીકેશન કરી શહેરીજનો માટે ખુલ્લુ મુકાયું
ભરૂચ/અમદાવાદ,11 નવેમ્બર (હિ.સ.) ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા) દ્વારા લીંક રોડ પર આવેલા નવનિર્મિત માતરીયા તળાવનું લોકાર્પણ આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં કરવામાં આવ્યું હતું.
માતરીયા તળાવ તથા બગીચો પર્યટન સ્થળ તરીકે તથા ભરૂચના શહેરીજનોના મનોરંજનની દ્રષ્ટીએ ખુબ જ આગવી ઓળખ ધરાવે છે. માતરીયા તળાવની દેખરેખ તથા જાળવણીને લગતી તમામ કામગીરી ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળને નવેમ્બર-2022 થી સોંપવામાં આવી હતી.
ભરૂચ શહેરની મધ્યમાં લીંક રોડને અડીને આવેલ 1.8 કી.મી. લંબાઈનો કિનારો તથા 2,44,813 ચો.મી.નો લેન્ડ એરીયા અને 1,54,918 ચો.મી.નો પાણીનો એરીયા ધરાવતું માતરીયા તળાવને સુશોભીત કરવા અંદાજીત રૂ।. 650 લાખ ખર્ચે માતરીયા તળાવનું રીનોવેશન, અપગ્રેડેશન એન્ડ બ્યુટીફીકેશન કરી શહેરીજનો હળવાશની પળો આનંદથી માણી શકે તે હેતુથી માતરીયા તળાવને સેફ એન્ડ સિકયોર પારીવારીક પર્યટન સ્થળ ભરૂચ નગરજનો માટે આજ રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તુષાર સુમેરા(IAS) ચેરમેન, બૌડા અને કલેકટર, ભરૂચ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમણે પ્રાંસગિક ઉદબોધન આપ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ નગર પાલિકા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લાના આગેવાનઓ, બૌ઼ડા કચેરીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
