સુરત, 31 ડિસેમ્બર(હિ. સ.)-રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપલિકાના સંયુક્ત ઉપક્રમે તાઃ01/01/2024ના રોજ સવારે 7.00 વાગે સુરત શહેરના ડુમસ બીચ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા ચોક બજાર સ્થિત કિલ્લા ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે. જેમાં મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
મ્યુ. કમિશ્નર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા, જિલ્લા રમત ગમતવિભાગ, યોગ બોર્ડ તથા યુવા બોર્ડ સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં શહેરીજનો ભાગ લેવા અનુરોધ કરાયો છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
