
અમદાવાદ, 12 નવેમ્બર(હિ. સ.)-સુરત રેલવે સ્ટેશનની ઘટના બાદ તંત્ર એલર્ટ બન્યું છે. જેને લઈ હવે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટો બંધ કરાઇ છે. મહત્વનું છે કે, અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાતીઓને પ્રવેશ નહીં મળે. સુરતની ઘટના બાદ રેલવે તંત્ર અને RPF સાથે પોલીસે બેઠક યોજી હતી. નોંધનિય છે કે, ગઈકાલે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ 4થી 5 મુસાફરો બેભાન થયા હતા.
અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટો બંધ કરાઇ છે. મહત્વનું છે કે, પહેલા અમદાવાદ પ્લેટફોર્મ પર રોજની સરેરાશ 5થી 6 હજાર પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ થતુ હતુ. જોકે હવે પ્રવેશ અને નિકાસનો ગેટ પણ અલગ અલગ કરાયો છે. ગઈકાલે સુરતની ઘટના બાદ રેલવે તંત્ર અને RPF સાથે પોલીસે બેઠક યોજી હતી. જેથી હવે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાતીઓને પ્રવેશ નહીં મળે.
અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે હવે જનરલ કોચ નજીક RPF અને GRPને સ્ટેન્ડ ટુ રાખી લાઈનમાં ઉભા રાખી પ્રવેશ અપાઈ રહ્યો છે. આ સાથે હવે 70થી વધુ GRP, 60થી વધુ RPF પોલીસ અને 50 હોમગાર્ડ જવાનો સ્ટેશન ખાતે તૈનાત રહેશે. રેલવે સ્ટેશન ખાતે પોલીસ જવાનો, રાઉન્ડ ધ ક્લોક ૩ શિફ્ટમાં ડ્યુટી કરશે.
હિન્દુસ્થાન સમાચાર/યજુવેન્દ્ર દુબે/માધવી
