નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) દેશના પ્રથમ જળ-યોદ્ધા ઉમાશંકર પાંડેને, ગલગોટિયા યુનિવર્સિટી, નોઈડા (ઉત્તર પ્રદેશ) ના નેજા હેઠળ આયોજિત ચોથી વિશ્વ-પર્યાવરણ સમિટ (વર્લ્ડ એન્વાયર્નમેન્ટ સમિટ-2023) માં પર્યાવરણ અને સામાજિક વિકાસ સંઘનો, ‘પર્યાવરણ વિભૂષણ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના સભ્ય જસ્ટિસ સુધીર અગ્રવાલે, પાંડેને આ સન્માન આપ્યું હતું.
આ પ્રસંગે ચિપકો આંદોલનના મુખ્ય સ્તંભો, પદ્મભૂષણ ચંડી પ્રસાદ ભટ્ટ, પદ્મભૂષણ ડૉ. અનિલ પ્રકાશ જોશી, 22 રાજ્યોના નિષ્ણાતો અને અનેક દેશોના પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, જખણી જલગ્રામના ઉમાશંકર પાંડેને, તાજેતરમાં જ તેમના પૂર્વજોની પદ્ધતિ ‘ખેત પર મેડ-મેડ પર પેડ’ (ક્ષેત્રો પરના વૃક્ષો) જેવા નવતર અભિયાન માટે, રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારત સરકારના મુખ્ય નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે.
જળ સંરક્ષણ અને પર્યાવરણના સામાજિક વિકાસ સંઘના પ્રમુખ ઉમેશ ચંદ્રા અને મહામંત્રી ડો.જિતેન્દ્ર કે. નાગરે કહ્યું કે,” તેઓ પદ્મશ્રી ઉમાશંકર પાંડેને, ‘પર્યાવરણ વિભૂષણ’થી સન્માનિત કરીને ગર્વ અનુભવે છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
