દાહોદ જીલ્લાના તમામ સરકારી અને ખાનગી એકમોને રોજગારીના રીટર્ન અને ખાલી જગ્યાની વિગત જીલ્લા રોજગારી કચેરીને મોકલવી ફરજીયાત છે. આ માટે તાકીદ કરી ૩૦/૦૧/૨૦૨૫ સુધીમાં આ તમામ રીટર્ન અને ખાલી જગ્યાની માહિતી મોકલવી જરૂરી છે.
BulletsIn
- દાહોદ જીલ્લામાં રોજગારી કચેરીને ૩૦/૦૧/૨૦૨૫ સુધીમાં ત્રિ-માસીક અને છ-માસીક રીટર્ન મોકલવા તાકીદ કરાઈ છે.
- દરખાસ્તો, રીટર્ન અને ખાલી જગ્યાની વિગત મોકલવી અનિવાર્ય છે.
- આ નિયમો રોજગારી વિનિમય કચેરી (C.N.V.) એક્ટ-1959 અને નિયમ 1960 હેઠળ લાગુ પડે છે.
- સરકારી, ખાનગી અને કેન્દ્ર/રાજ્ય સરકારના તમામ એકમોને આ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
- દાહોદ શહેર, તાલુકા અને જીલ્લામાં આવેલી સરકારી કચેરીઓ, બોર્ડ, કંપનીઓ, અને ખાનગી ક્ષેત્રના એકમોને આ નિયમો લાગુ પડે છે.
- ત્રિ-માસીક ઈ.આર.-1 રીટર્ન ૩૦ દિવસમાં અને છ-માસીક ૮૫% (સ્થાનિક-બિનસ્થાનિક) રીટર્ન ૩૦ દિવસમાં મોકલવું ફરજીયાત છે.
- ખાલી જગ્યા ભરવા માટે 15 દિવસ પહેલાં રોજગારી કચેરીને જાણ કરવી જરૂરી છે.
- ખાલી જગ્યાની માહિતી NCS પોર્ટલ અને અનુબંધમ પોર્ટલ પર પોસ્ટ કરવી ફરજીયાત છે.
- રોજગારી કચેરીની ઓનલાઈન સેવાઓ માટે ANUBANDHAM.GUJARAT.GOV.IN અને NCS.GOV.IN પોર્ટલ ઉપલબ્ધ છે.
- સ્કૂલો, કોલેજો, બેંકો અને ટ્રસ્ટોએ ઈ.આર.-1 અને ખાલી જગ્યાની માહિતી સમયસર મોકલવી જરૂરી છે.
