

ગાંધીનગર, ગાંધીનગર સેક્ટર – 8 ખાતે રહેતા રહીશો ખૂબ સખા ભાવથી હોળી ધૂળેટીની ઊજવણી કરે છે. સેક્ટર – 8 માં જાણીતા બિલ્ડીંગ મટીરીયલ્સ સપ્લાયર શેતલભાઈ શાહ અને જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉ. કાન્તીલાલ શેખાતના આયોજનથી, છેલ્લા પંદર વર્ષથી ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોકુલધામ સોસાયટી જેવી પારિવારીક ધૂળેટી અહીં ઉજવાય છે. આ સોસાયટીના લગભગ 35 પરિવાર આ ધૂળેટીના પર્વ નિમિત્તે ભેગા મળીને રંગોત્સવની ઉજવણી હર્બલ કલરથી કરે છે. ખાસ કરીને નવ દંપતિને એકબીજાના ખોળામાં બેસાડી પાણીથી નવડાવવમાં આવે છે. હોળી ધૂળેટીની ધમાલ બાદ ગાંઠીયા, જલેબી, પાણીપુરી અને ભજીયાનો ભરપેટ નાસ્તો કરવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. નીતાબહેન શેખાત અને સોનલ શાહ દ્વારા કરવામાં આવે છે. મિત્રો અને પાડોશીઓ ઉત્સાહથી આ ધૂળેટીના પર્વને માણવા ભેગા થાય છે.
