-જામજોધપુર અને જામ ખંભાળિયા બંને બસોના ચાલકો પાસે ત્રણ દિવસની નોકરી બે દિવસમાં કરાવતી હતી 1200 કિ.મી નું અંતર અને ત્યારબાદ રહેવા સુવાની કોઈ સુવિધા નહીં
દાહોદ, 17 ફેબ્રુઆરી : એસટી નિગમને રાજ્યમાં સૌથી વધુ ઇન્કમ દાહોદ જિલ્લામાં મળતી હોવાની વાતને નકારી શકાય તેમ નથી અને તેમાં પણ ગરબાડા તાલુકા માંથી સૌથી વધુ મુસાફરો મળતા હોય છે તેમ છતાં પણ સૌથી વધુ આવક આપતી ગરબાડા તાલુકાની પ્રજાને આજે વર્ષોથી બસ સ્ટેન્ડની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે ભાડા ની વસુલાત પૂરી કરવામાં આવે છે પરંતુ સુવિધા આપવામાં આખ આડા કાન કરાય છે ગરબાડામાં અંદાજિત સવા મહિના પહેલા જામજોધપુર અને જામ ખંભાળિયા એમ બે નવીન એક્સપ્રેસ કાઠીયાવાડની બસો ચાલુ કરવામાં આવી હતી જે બંને બસો સવારમાં ગરબાડા આવી જતી હતી અને સાંજના પરત રીટર્ન થતી હતી પરંતુ સ્થાનિક કક્ષાએ તાલુકા મથકના ગામમાં બસ સ્ટેન્ડની સુવિધા ન હોવાના કારણે ડ્રાઇવર કંડકટરને રહેવા તેમજ સુવા માટેની અગવડતા પડતી હોય કેસનું જોખમ લઈને ગમે ત્યાં સૂવું પડતું હોય તેમજ 600 દુ ની 1200 કિલોમીટરના રૂટ ની ત્રણ દિવસની નોકરી બસ ના ચાલત પાસે માત્ર બે દિવસમાં કરાતી હોવાના કારણે
બંને બસો તારીખ 15 થી બંધ કરી દેવામાં આવીછે ઉલ્લેખનીય છે કે નેતાઓ દ્વારા માત્ર મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે પરંતુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી તે કડવું સત્ય છે જે જોતા વિકાસની વાતો હવા થઈ હોવાનું જોવા મળી રહ્યું છે.
