



પાટણ, માર્ચ : આજે તા. 04 માર્ચ 2024ને સોમવારે શ્રી સી. એ. શાહ નૂતન વિદ્યાલય વડાવલીમાં આ વર્ષ બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બી. ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણના આચાર્ય ડૉ. બળદેવ દેસાઈ તથા તાલુકા ડેલિગેટ મહેશ પટેલ, પૂર્વ શિક્ષક રણછોડ વૈષ્ણવ, શાળાના મંત્રી જયંતીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત રજુ કરવામાં આવ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના ઇનામ આપવામાં આવ્યા હતા. આ તબક્કે બધા મહેમાનો તથા શાળાના આચાર્ય મોતી દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
