• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વાંચન અને ચિંતન વ્યક્તિને ટોળામાંથી જુદા પાડે છે : કાનજી ભાલાળા
Regional

વાંચન અને ચિંતન વ્યક્તિને ટોળામાંથી જુદા પાડે છે : કાનજી ભાલાળા

CliQ INDIA
Last updated: March 29, 2024 11:55 am
CliQ INDIA
Share
5 Min Read
SHARE
થર્સ-ડે થોટ્ 

– વાંચન તણાવ ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે જે તન-મનને તંદુરસ્ત રાખે છે : થર્સ-ડે થોટ્

સુરત,જેમ શરીર માટે સારા ખોરાકની જરૂર છે તેમ મન માટે સારા વિચારની જરૂર છે. વર્તમાનમાં લોકો વધુ માનસિક તણાવ અનુભવી રહ્યા છે ત્યારે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. 28 માર્ચ ગુરુવારે જમનાબા ભવન ખાતે યોજાયેલ ૫૪ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતું કે, મનને મરકર સાથે સરખાવવામાં આવ્યું છે. માણસને દર ક્ષણે મનમાં વિચારો દોડતા હોય છે. ત્યારે મનમાં સારા વિચારો ઉગાડવાનું કામ વાંચન કરે છે. પુસ્તક માત્ર જાણકારી કે માહિતી નથી આપતુ. પરંતુ, તે મનને શાંતિ, ઉર્જા, ખુશી અને દિશા આપે છે. મનમાં ઉદભવતા પ્રશ્નોનું સમાધાન પણ મળે છે. અન્ય શોખ માટે સમય અને ખર્ચ કરવા પડે છે. પરંતુ, પુસ્તક વાંચનનો શોખ સરળ અને શ્રેષ્ઠ છે. જયારે પણ નવરાશ મળે ત્યારે તમે પુસ્તક વાંચી શકો છો. મુસાફરીમાં ઘણા લોકો પુસ્તકો વાંચતા હોય છે. જયારે પણ સમય મળે ત્યારે મનને ખોટા વિચારો કરવા દેવા કરતા વાંચન કરવાથી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ થશે. તેમ જણાવી તેઓએ નવો વિચાર રજુ કરતા જણાવ્યું હતું કે, વાંચન, સમયનો સદઉપયોગ છે. જે શાંતિ અને સમાધાન આપે છે. અનેક ઉદાહરણ સાથે જણાવ્યું હતું કે, જો વ્યક્તિએ અસામાન્ય બનવું જોય તો વાંચનની ટેવ પડવાની જરૂર છે. વાંચન સાથે ચિંતન પણ થાય તો વ્યક્તિને ટોળામાંથી જુદા પાડી વિશેષ બનાવે છે. ખરેખર વર્તમાન ભાગદોડ ભરી જીંદગી અને નાણા તથા આરોગ્ય અને અનેક પ્રશ્નોથી માણસ પરેશાન છે. હાર્ટએટેક અને સ્ટ્રોક જેવા રોગનું મુખ્ય કારણ માનસીક તણાવ છે. ખરેખર માનસીક તણાવ ધટાડવા માટે વાંચન શ્રેષ્ઠ માર્ગ છે. વાંચન તન અને મનને તંદુરસ્ત રાખે છે. પુસ્તક જ્ઞાનનો ખજાનો છે. જે વ્યક્તિને જીવનની દિશા, જીવવા માટે પ્રેરણા અને સફળતા મળે છે. કે. એમ કોલડીયા- ચીફ ઓફિસર, અંકલેશ્વર મનમાં દ્રઢ ઈચ્છા, મહેનત અને વાંચનનો શોખ હોય તો ગમે તેવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શકાય છે. વાંચન માણસને અસામાન્ય બનાવે છે તેના ઉદાહરણરૂપ અંકલેશ્વર નગર પાલિકાના ચીફ ઓફિસર કે. એમ. કોલડિયા એ પુસ્તક વાંચનના મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, મનને તંદુરસ્ત રાખવા વાંચન શ્રેષ્ઠ દવા છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે. તે રીતે વાંચન પણ આત્માનો ખોરાક છે. જગતની તમામ ક્રાંતિ.. વિચારથી આવી છે. ખરેખર વાંચનમાં મોટી તાકાત છે. વાંચન વ્યક્તિને માણસ માંથી મહાત્મા બનાવે છે. વાંચનના શોખને કારણ જી.પી.એસ.સીની પરીક્ષા પાસ કરી ક્લાસ વન અધિકારી બનેલા શ્રી કે. એમ. કોલડિયા એ લોકોને વાંચનની ટેવ પાડવા અનુરોધ કર્યો હતો. મોબાઈલ અને સોશીયલ મીડિયાથી દુર રહેવું હોય તો વાંચન શ્રેષ્ઠ ઉપાય છે. સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓની પ્રથમ સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ 1983 માં શ્રી સૌરાષ્ટ્રવાસીઓની સુરતમાં પ્રથમ સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરતના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી માવજી ડી. માવાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વરાછા રોડ પર પ્રથમ શરૂ થયેલ જે. ડી. ગાબાણી પુસ્તકાલય અને ડી. બી. તેજાણી વાંચનાલય હજારો વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતરમાં ઉપયોગી છે. તેની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર માવજી ડી. માવાણીએ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતમાં પણ કાર્ય કર્યું છે. હવે જમનાબા ભવન ખાતે દિવાળી સુધીમાં પુસ્તકાલય તથા વાંચનાલય શરૂ થનાર છે ત્યારે, માવજીભાઈનુ વિશેષ સન્માન કરી પટેલ સમાજે કૃતજ્ઞતાભાવ પ્રગટ કર્યો છે. વાર્તા કરી બાળકોને વાંચવાની ભૂખ જગાડનાર નયનાબેનનું અભિવાદન વાર્તાઓ કહી બાળકોને પુસ્તક વાંચવાની ભૂખ જગાડનાર નયના દિનેશ ઠુંમર તેમની દીકરી શ્રેયા ને લંડન ખાતે રૂ. 3 કરોડનો પગાર છે. જયારે નાની દીકરી ભક્તિ આજે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસમાં ભણે છે. દીકરીઓમાં અમાપ સિદ્ધિ પાછળ વિપુલ વાંચન છે. આ વાંચન માટે ટેવ પડાવનાર ખુબ સારા વાંચક નયનાબેન ઠુંમરનું વિશેષ સન્માન કરી પુસ્તક વાંચન માટે લોકોને પ્રેરણા આપી હતી. નવા પુસ્તકાલય-વાંચનાલય માટે તડામાર તૈયારી શરૂ વરાછા-કામરેજ રોડ ખાતે નિર્માણ પામેલ જમનાબા ભવન ખાતે ટૂંક સમયમાં પુસ્તકાલય તથા વાંચનાલયનો પ્રારંભ થનાર છે. તે માટે પુસ્તકાલય કમિટી બનાવી તે માટે પુસ્તકોની ખરીદી તથા ફર્નીંચર વ્યવસ્થા અંગે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કેળવણીકાર પરબત ડાંગશીયા, પરેશ સવાણી અને કે. એમ. વઘાસીયાના નેતૃત્વમાં પુસ્તકાલય-વાંચનાલય કમિટી કાર્યરત કરવામાં આવી છે. તે અંગે જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન કરતા હાર્દિક ચાંચડે જણાવ્યું હતું કે, પુસ્તક જ સારા વિચારોનું પ્રાપ્તિસ્થાન છે. ગત ગુરૂવારના વિચાર અંગે અમુલખ સવાણીએ જણાવ્યું હતું કે વાંચન જ સરળ અને શ્રેષ્ઠ શોખ છે. યુવા ટીમે વ્યવસ્થા સંભાળી હતી.

 

You Might Also Like

પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ શાળામાં, વિવિધ વિષય ઉપર વિધ્યાર્થીઓ સારુ “અવેરનેસ કાર્યક્રમ” કરતી ગીર સોમનાથ પોલીસ.
જૂનાગઢ તાલુકા(શહેર) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ ઓગસ્ટના યોજાશે
એસજીવીપી આયોજિત શરદોત્સવમાં ભાજપા પ્રદેશ નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સન્માન
મહારાષ્ટ્રમાં બાળકી સાથે બનેલ દુષ્કર્મની ઘટનાથી સુરતમાં આક્રોશ
રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તારો યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શનિવાર અને રવિવારે બેંકો કામ કરશે, શુક્રવારે રજા રહેશે
Next Article 1 એપ્રિલથી 2000 રૂપિયાની નોટ જમા કે બદલી શકાશે નહીં, RBIએ નવો આદેશ જારી કર્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?