સુરત, 4 ફેબ્રુઆરી: ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય અકરમ શાહ ની અધ્યક્ષતામાં તા.05 ફેબ્રુઆરી 2024 નારોજ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે હાજીઓને તારીખ 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલનારી મેડીકલ ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પ આપવાની કામગીરી બાબતે મિટિંગ મળી હતી. જેમાં સુરત શહેર અને જિલ્લાના ફિલ્ડ ટ્રેનરો મુનાફ ભાઈ પટેલ, જાવેદ ભાઈ કડીવાલા, ઝહીર ભાઈ હકીમજી, શબીર ભાઈ દારા, કુતબુદ્દીન ભાઈ હાફેજી ,જાવેદભાઈ ધેન ધેન,બિલાલ ભાઈ ચીચી, શહીદખાન તેમજ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને તેમનો સંલગ્ન સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળે તે માટે હજ સમિતિના સભ્ય શ્રી અકરમભાઈ શાહ તરફથી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ હાજીઓને અગવડ ન પડે તે માટે ક્રમ વાઇસ કવર નંબર વાળા હાજીઓને તારીખ પ્રમાણે મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે.તારીખ:-05/02/2024- સોમવાર થી 08/02/24 ગુરુવાર સુધી આ મેડીકલ ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે, સમય:- સવારે 9:00 થી 1:00 બપોરે 2:00 થી 4:00, સ્થળ:- જૂનું ટ્રોમા સેન્ટર, છાંયડો ની બાજુ માં નવી સિવિલ હોસ્પિટલ ,મજુરા ગેટ, સુરત.
