પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના ઉર્જા મંત્રીને પત્ર લખીને પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ન લગાવવા રજૂઆત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો પાટણમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવશે, તો તે વિરોધ કરશે.
BulletsIn
- પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખ્યો.
- પાટણમાં સ્માર્ટ મીટર ન લગાવવા ધારાસભ્યએ માંગણી કરી.
- કેન્દ્ર સરકારના આર. ડી. એસ.એસ પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાના ઓર્ડર આપવામાં આવ્યા છે.
- આ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની ઉત્તર ગુ.વિ.ક.લિ. દ્વારા સુચના આપવામાં આવી છે.
- રાજ્યના અમુક શહેરોમાં સ્માર્ટ મીટરનો વિરોધ થયા બાદ, રાજ્યમાં કામગીરી બંધ કરવામાં આવી છે.
- રાજ્યમાં ફરીથી પાટણથી સ્માર્ટ મીટર શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.
- પાટણ જીલ્લો આર્થિક રીતે પછાત છે અને નાના વેપારી, ખેડુત અને ખેત મજુરો વધારે છે.
- પાટણના મોટા ભાગના નાગરિકો લારી કે ગલ્લા પર ગુજરાન ચલાવતા અને મીટરના મોટા વીજ બીલો ભરવા સક્ષમ નથી.
- સ્માર્ટ મીટરથી વધારે બીલો આવશે અને ફરિયાદ માટે કોઈ વ્યવસ્થા નથી.
- ધરાસભ્યએ આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવાનું જણાવ્યું.
