


સુરત, 3 માર્ચ : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે સમગ્ર દેશમાં ભાજપા તરફ જનસમર્થન જોવા મળી રહ્યું છે. ત્યારે ચુંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની ગેરંટી માં વિશ્વાસ વ્યક્ત કરી આજરોજ સુરત શહેર ભાજપ કાર્યાલય પંડિત દીન દયાલ ભવન ખાતે કોંગ્રેસ ના પૂર્વ કોર્પોરેટર , આપના કોર્પોરેટર સહિત ૧૦૦૦ જેટલા કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ પાટીલના વરદ હસ્તે કેસરિયો ધારણ કરી ભાજપ માં જોડાયા હતા. શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે તમામ કાર્યકર્તાઓને કેસરી ખેસ અને ટોપી પહેરાવી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે આંજણા કોંગ્રસના કપિલા પટેલ અને ભરત ભાઈ ગોસાઈ પણ જોડાયા હતા. આપ ના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ પણ આજે ભાજપમાં જોડાયા હતા. આપ ના નવસારી લૉકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપના ઉપ પ્રમુખ પણ આ તબક્કે ભાજપ માં જોડાયા હતા. આપના વોર્ડ નંબર 20ના પ્રમુખ ધવલ પંચીગર ,વોર્ડ નંબર ૨૧ ના પ્રમુખ સ્નેહલ પટેલ પણ ભાજપ માં જોડાયા હતા. તેમજ આપ વોર્ડ નંબર ૨૧ ના ઉમેદવાર પ્રિયંકા મૈસુરીયા પણ આજે ભાજપ માં જોડાયા હતા.આપ વોર્ડ નંબર ૨૨ ના ઉમેદવાર માલવિકા કોસંબિયા પણ ભાજપ માં જોડાયા હતા.જ્યારેઆપ ના યુવા પ્રમુખ સંભવ શાહ પણ વિધ ભાજપ માં જોડાયા હતા.
આપ મજુરા વિધાનસભા ના સગંઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતિ પણ ભાજપ માં જોડાયા હતા.આપ સુરત શહેર ના સહ સગંઠન મંત્રી કિરીટ પટેલ પણ ભાજપ મા જોડાયા હતા.આમ, રવિવારે આટલી મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ કેસરિયો ધારણ કરતા આપ અને કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે. જે પ્રકારે વિવિધ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેની સિધી અસર આવનારી લોકસભાની ચૂંટણીમાં દેખાશે. આ પ્રસંગે શહેર અધ્યક્ષ નિરંજન ભાઈ ઝાંઝમેર, મેયર દક્ષેશભાઈ માવાણી, મહા મંત્રીઓ કીશોર ભાઈ બિદલ, કાળુભાઈ ભીમનાથ તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
