પાટણ,03 ફેબ્રુઆરી : પાટણ શહેરમાં કરિયાણાનાં વેપારી પતિએ તેની પત્નીને લાફો મારી ને શારિરીક માનસિક ત્રાસ આપીને કાઢી મૂકી હોવાનો અને પતિને ચઢામણી કરવામાં તેની સાસુનો હાથ હોવાનો આક્ષેપ કરતી ઘરેલું હિંસાની ફરીયાદ મહિલાએ નોંધાવી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં નવાગંજની સામેની અર્બુદાપાર્કમાં રહેતા યુવકના લગ્ન 18 વર્ષ પૂર્વે સાથે થયા હતા. તેમને બે બાળકો છે. પરિણીતા પોતાનાં પતિનાં ઘેર હતા ત્યારે તેમનાં પતિ સાંજે દુકાન બંધ કરીને ઘેર આવ્યા હતા. તેમના દિકરાને તાવ અને ખાંસી થયેલ હોવાથી તેમનાં સાસુ તેમનાં દિકરાને બાજરીનાં રોટલા સાથે ઘી ગોળ આપવાનું કહેતાં પરિણીતાએ આપવાની ના પાડતાં તેમનાં પતિએ ”તને વધારે ખબર પડે છે?” તેમ કહી પત્ની સાથે બોલાચાલી કરીને પત્નીને થપ્પડ મારી ગળુ દબાવી ઘરની બહાર કાઢી મુકી કહેલ કે, તારા બાપનાં ઘેર જતી રહે, મારે તારી જરૂર નથી અને તું મને ગમતી નથી. તેમ કહી ઘરની બહાર કાઢી મૂકી હતી. આથી પરિણીતા તેનાં બંને દિરાને લઈને તેનાં પિતાનાં પાટણ ખાતેનાં ઘેર ગઈ હતી. અગાઉ પણ બંને વચ્ચે પારિવારીક બોલાચાલી થઇ હતી. આ અંગે મહિલાએ ફરીયાદ નોંધાવી હતી.
