રાજકોટ જિલ્લામાં મગફળીના પાકમાં આફલાટોક્સીનનું પ્રકોપ ટાળવા માટે અને પાકની ગુણવત્તા જાળવવા માટે, જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને પાકના ઉતારા અને ઉપાડ પછીની કામગીરી માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં યોગ્ય કાળજી અને પગલાં લેવામાં આવે તો પાકને નુકસાનથી બચાવી શકાય છે. આફલાટોક્સીન નિયંત્રણ માટે જરૂરી પગલાં નીચે મુજબ છે:
BulletsIn
- ડોડવાને સાવચેતીપૂર્વક હેન્ડલ કરવું: ડોડવાને નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવી.
- સુકાવવાનું ધ્યાન રાખવું: ડોડવા સાથેના આખા છોડને સારી રીતે તડકે સુકવવા, જ્યાં સુધી પાંદડા અને સુયા બટકણા થાય ત્યાં સુધી.
- અપૂર્ણ વિકસિત ડોડવા અલગ પાડવા: અપૂર્ણ વિકસિત ડોડવાને તોડી અલગ રાખવા અને સારા ડોડવા સાથે ન ભેળવવા.
- યંત્રના ઉપયોગમાં સાવચેતી: જો ઓપનરનો ઉપયોગ કરતા હોય તો યોગ્ય કાણાવાળી જાળીનું જ જતીન રાખવું.
- મોટા યાંત્રિક અથવા જીવાતવાળા ડોડવા અલગ રાખવા: નુકસાન વાળા અને જીવાતવાળા ડોડવા અલગથી અલગ પાડવા.
- મગફળીમાં ભેજનું પ્રમાણ નિયંત્રિત રાખવું: મગફળીને 8% ભેજ સુધી સુકવવી.
- સંગ્રહ માટે સારી વ્યવસ્થા: મગફળીને હવા અને પ્રકાશ વાળી જગ્યામાં, ચોખ્ખી પ્લાસ્ટિક અથવા કંતાનની બેગમાં સંગ્રહ કરવું.
- કીડોનું નિયંત્રણ: Aspergillus flavus ફૂગના ચેપને રોકવા માટે કીટકનાશક દવાનો છંટકાવ કરવો.
- ફૂગ નિવારણ માટે દવાઓનો છંટકાવ: ઉતારા પછી તરત પ્રોપીયોનીક એસિડ 5%, સોર્બીક એસિડ (0.1%), અથવા ક્લોરોથેલોનીલ (0.15%)નો છંટકાવ કરવો.
- દવાઓના સચોટ ઉપયોગ માટે કાળજી: દવા વાપરતી વખતે, લેબલ પર આપેલી સૂચનાઓનું પાલન કરવું અને ભલામણ મુજબ જ ઉપયોગ કરવો.
