મોડાસા, અરવલ્લી જિલ્લામાં ખેડૂત તાલીમ કેન્દ્ર મોડાસા ખાતે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને ખેડૂત પ્રાકૃતિક ખેતીને લગતી જાગૃતતા આવે તે હેતુસર આત્મા પ્રોજેક્ટ અરવલ્લી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહજી પરમાર અધ્યક્ષ સ્થાને રાખેલ, તેમજ આ કાર્યક્રમમાં હિતેન્દ્રભાઈ પટેલ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ફેડરેશન અને ડીરેક્ટર ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનીવર્સીટી, કનુભાઈ પટેલ પ્રભારી મહીસાગર, મીતભાઈ પટેલ યુવા મોરચા ઉપપ્રમુખ, મગનભાઈ પટેલ કિસાન સંઘ ભીષ્મપિતામહ હાજર રહેલ તથા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) આર.એસ.પટેલ, પી.બી. પરમાર જીલ્લા ખેતીવાડી જીલ્લા પંચાયત અરવલ્લી, બી.એ. કરપટીયા નાયબ બાગાયત નિયામક જીલ્લા પંચાયત અરવલ્લી, એમ. એસ. પ્રજાપતિ નાયબ પશુપાલન નિયામક, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા) વિપુલભાઈ એમ. પટેલ અને આત્માના અધિકારી ઓ હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં મેઘરજ, ભિલોડા તથા મોડાસા તાલુકાના ખેડૂત ભાઈઓ અને બહેનો ખુબજ બહોળી સંખ્યામાં હાજરી આપેલ.
આ કાર્યક્રમમાં ભાવેશભાઈ કે. પટેલ જીલ્લા સંયોજક દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચેય આયામો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી અને હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા પાકૃતિક ખેતી તથા સરકારી યોજના વિષે માહિતી આપી તેમજ મંત્રી ભીખુસિંહજી પરમાર દ્વારા પ્રાકૃતિક કૃષિ કરવી તે વિશે અને પોતે પોતાનાજ ખેતરમાં ૪ વીઘામાં ઘઉંની પ્રાકૃતિક ખેતી કરેલ છે તે અંગેના તેમના અનુભવો રજુ કરી સર્વે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા જણાવ્યું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર વિપુલભાઈ પટેલે આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.
