મોડાસા, 19 ફેબ્રુઆરી :
ઘાંચી હાઇસ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં સમારંભના અધ્યક્ષ સિકંદર ભાઈ વાય. સુથાર રાજાબાબુ, મુખ્ય મહેમાન અતુલભાઇ દીક્ષિત તેમજ અતિથિ વિશેષમાં ઈકબાલભાઈ ઇપ્રોલીયા(ચેરમેન ધી સર્વોદય સહકારી બેંક), અબ્દુલ રહીમ દાદુ, સલીમભાઈ ગુજરાતી(આઇ.જી.), સલીમભાઈ સુથાર (પી.બી.), ગુલામ હુસેન ખાલક(વિરોધ પક્ષના નેતા મોડાસા નગરપાલિકા), તથા કારોબારી સભ્યો, સભાસદ, વાલીગળ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ મુખ્ય મહેમાન નિરજભાઈ શેઠ દિલ્લી ગયાહોવાથી શાળાનો કાર્યક્રમ સફળ રહે તે માટે શુભેચ્છાઓ આપી હતી.આ કાર્યક્રમમાં ઈકબાલભાઈ ઇપ્રોલીયાએ પર્સનલ રૂપિયા 25,000 સંસ્થાને દાન આપ્યું હતું. તથા કાર્યક્રમના ખર્ચ પેટે સર્વોદય સહકારી બેંકે પણ મદદ કરી હતી તથા કારોબારી સભ્યોએ પણ મદદ કરી હતી. જેમાં સંસ્થાના સેક્રેટરી મો. હનીફ એસ. સીધવા, ઉપપ્રમુખ અબ્દુલરજ્જાક ખાનજી તથા તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
એનાઉન્સરની જવાબદારી શાળાના શિક્ષિકા મુસ્તકીમાબેન એમ. લીમડાએ નિભાવી હતી. તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. અંતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યાર પછી વાલીઓને અલ્પાહાર આપવામા આવ્યું હતું
