બોટાદ,26 જાન્યુઆરી : બરવાળા પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ ખાતે સવારે 10:00 કલાકે કોર્ટ પરિસર ગ્રાઉન્ડ માં બરવાળા બાર એસોસિયેશન ના પ્રમુખ શ્રી કમલેશ રાઠોડ ના વરદ હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયેલ હતો. ઉપસ્થિતિ તમામ લોકો એ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી રાષ્ટ્રગાન ગાયું હતું આ પ્રસંગે સ્વાતંત્રય વીરો ને યાદ કરી તેઓએ જણાવેલ કે આઝાદી ના અમૃતકાળ માં આપણે સૌ વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ના નિર્માણ માટે સંકલપબદ્ધ બનીએ અને સંવિધાન ના મહાન મૂલ્યો ને અનુસરીએ ભારત ને અગ્રીમ સ્થાને બિરાજમાન કરવા સહિયારો પુરુષાર્થ કરીએ . સ્વચ્છતા ભાઈચારા અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ બનીએ .
આ પ્રસંગે બરવાળા ના તમામ વકીલ સાહેબો, પોલીસ મિત્રો , કોર્ટ ના તમામ કર્મચારીઓ અને હોમ ગાર્ડ ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
