નવસારી, લનવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાનાં સરાઇ ગામમાં શેરડીના ખેતરમાં હડકાયેલા ભૂંડે ૩ મજુરને કરડતા 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો તેમાં નવસારી જિલ્લા ના જલાલપોર તાલુકાના મરોલીના 108 એમ્બ્યુલન્સને મળતા મરોલી 108 એમ્બ્યુલન્સની ટીમ ઈ એમ ટી રહેવર કુલદીપસિંહ અને પાયલોટ અનિલભાઈ તૂરી બંન્ને ઘટના સ્થળે જવા રવાના થઇ ગયા તેવામાં 108 એમ્બ્યુલન્સમાં રહેલ ઈ એમ ટી રહેવર કુલદીપસિંહ એ કોલરને કોલ કર્યો તો કોલર એ જણાવ્યું કે હડકાયેલા ભૂંડ (ડુક્કર) એ 3 મજુરને કરડેલ છે.
ઈ એમ ટી કુલદીપસિંહ એ ઘટના સ્થળ પર પોહંચતા પેહલા શું કરવું શું ના કરવું તેની માહિતી આપતા કહયું કે જે પણ મજુરને ભૂંડ કરડેલ છે તેઓ ને પાણી પીવડાવતા નહિ અને જ્યાં કરડ્યું છે ત્યાં કઈ લગાવતા નહિ તેની માહિતી આપી આશ્વાસન આપી ઘટના સ્થળે પહોંચી 3 મજુર પેશન્ટને ઘટના સ્થળે ડ્રેસિંગ કર્યું એમાં થી એક મજુર પેશન્ટને વધારે કરડેલ હતું અને હડકાયેલા ભૂંડ એ ધક્કો માર્યો હોવાથી તેઓનાં પગમાં ફ્રેક્ચર થઇ ગયું હતું તેઓ ને સપ્લાઇટિંગ કરીને સ્પાઇન સ્ટ્રેચર વડે એમ્બ્યુલન્સમાં લઇને 3 પેસન્ટને નવસારી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા તેવામાં રસ્તામાં તેઓને 108 એમ્બ્યુલન્સ માં બ્૨ અને જરૂરી ઈન્જેકશન આપી પેસન્ટ ની સ્થિતિ નોર્મલ થઇ હતી અને પછી તેઓને નવસારી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યાં ડો.નિકિતા એ મરોલી 108 એમ્બ્યુલન્સનાં ઈ એમ ટીને સારી સારવાર આપીને હોસ્પિટલ માં લઇને આવ્યા તે બદલ ગુડ જોબનું બિરુદ આપ્યું અને આ વાતની જાણ નવસારી જિલ્લાના ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ મુર્ગેશ ચૌધરી અને જિલ્લાના 108 એમ્બ્યુલન્સના પ્રોપ્રોગ્રામ મેનેજર એ ઈ એમ ટી રહેવર કુલદીપસિંહ અને પાયલોટ અનિલભાઈ તૂરી બંનેનું સમ્માન કર્યું.
