પાટણ,01 માર્ચ : પાટણ શહેરના ટેલીફોન એક્સ્ચેન્જથી જીવનધારા સોસાયટી તરફ જવાનાં રોડ પરથી મીરાં દરવાજા-ઠક્કર સમાજની વાડી તરફ જવાનાં માર્ગે ત્રિભેટે સારથી સ્ટેટસ ચાર રસ્તા પરની કેનાલનું નાળું નવેસરથી બનાવવા માટે વધુ રકમનો ઉમેરો કરી તેનો ગ્રાન્ટમાંથી ફાળવણી કરવાનો નિર્ણય પાટણ નગરપાલિકાની કારોબારીમાં નિર્ણય કરાયો હતો.
નાળું જર્જરિત થઈ ગયું છે તેને તોડીને નવું બનાવવા માટે જણાવાયું હતું, પરંતુ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2022-23ની ગ્રાન્ટ હેઠળ પાટણ નગરપાલિકાએ હયાત નાળુ ફક્ત બંને બાજુ પહોળું કરવા માટે રૂા.12,50,000ની ગ્રાન્ટ મંજૂર કરી હતી, પરંતુ આ નાળુ પહોળું કરવાનો કોઈ હેતુસર થતો ન હોવાથી તેને નવેસરથી જ બનાવવાની બંને બાજુ પહોળું કરી ઊંચુ ઉપાડવા માટે રૂા. 25 લાખની ગ્રાન્ટની જરૂરીયાત હોવાથી આ નાળાનો એસ્ટીમેન્ટ કાઢી વધારાનાં ખર્ચની રકમ રૂા. 12.50લાખનો ખર્ચ મંજૂર કરવા રજૂઆત થઈ હતી. આ અંગે પાટણ નગરપાલિકાની કારોબારી બેઠકમાં ચર્ચા કરીને આ વધારાની રકમ ગ્રાન્ટમાંથી ફાળવવા તથા આ કામ રદ કરી નવેસરથી રૂા. 25 લાખની ટેન્ડર પ્રક્રિયા કરવા નક્કી કરાયું હતું.
