• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > 2023માં ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોકાણ ગુજરાતે મેળવ્યું: કોલિયર્સ
Regional

2023માં ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોકાણ ગુજરાતે મેળવ્યું: કોલિયર્સ

CliQ INDIA
Last updated: December 21, 2023 12:30 am
CliQ INDIA
Share
6 Min Read
SHARE

ગાંધીનગર , 20 ડિસેમ્બર(હિ. સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આગામી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીના અંતિમ તબક્કામાં છે. આ મહત્વપૂર્ણ સમયગાળામાં, ગુજરાત સરકાર માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. કોલિયર્સ ઈન્ડિયાએ ભારતના ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર)ના વિકાસ અંગે એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં તેમણે અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2025-26 સુધીમાં ભારતીય ઉત્પાદન બજાર $1 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે અને આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપે તેવી શક્યતા છે. કોલિયર્સે તેના અભ્યાસમાં એમ પણ કહ્યું છે કે ગુજરાતે વર્ષ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ મેળવ્યું છે. ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર મેન્યુફેક્યરિંગ’માં, ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા સ્થાને અને તમિલનાડુ ત્રીજા સ્થાને છે.

ભારતના મેન્યુફેક્ચરિંગ હબ બનવાની યાત્રામાં ગુજરાતના યોગદાન વિશે કોલિયર્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એડવાઇઝરી સર્વિસિઝના વડા સ્વપ્નિલ અનિલે જણાવ્યું હતું કે, “નવી ઔદ્યોગિક નીતિ હેઠળ, ગુજરાત ઉત્પાદન ક્ષેત્ર માટે લગભગ 34.7% પ્રોત્સાહનો અને લાભ ફાળવે છે, અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો છે. આ કારણે જ ગુજરાતે 2023માં સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો પાસેથી રૂ. 30,000 કરોડથી વધુનું રોકાણ મેળવ્યું છે. ગુજરાતમાં આવનારા આ રોકાણથી રાજ્યના ઔદ્યોગિક પદચિહ્નો મજબૂત થશે. ગુજરાતમાં શ્રમિક વસ્તીમાં સૌથી નીચો બેરોજગારી દર 4% છે ,જે નવા ઉદ્યોગોને તેમના વ્યવસાયો સ્થાપવા માટે આકર્ષે છે. આ ઉપરાંત બંદરો, કનેક્ટિવિટી, સ્થિર સરકાર, પોષણક્ષમ દરે જમીનની ઉપલબ્ધતા, ઝડપી નિર્ણયો, શ્રમ ઉપલબ્ધતા, વ્યવસાયો માટે સહાયક વાતાવરણ અને સહાયક વ્યાપારી નીતિઓએ ગુજરાતને આ રેસમાં મોખરે રાખ્યું છે.

વર્તમાનમાં પણ ગુજરાત દેશનું અગ્રણી ઉત્પાદન કેન્દ્ર છે. અભ્યાસમાં જણાવાયું છે કે ગુજરાતની સિદ્ધિ માટે ઘણા કારણો છે, જે નીતિઓ, સંસાધનો અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણના વ્યૂહાત્મક સંયોજનને પ્રદર્શિત કરે છે. આ અભ્યાસ મુજબ, નીચે આપેલા કારણો ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની યાત્રામાં ગુજરાતનું મહત્તમ યોગદાન સુનિશ્ચિત કરશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટઃ વૈશ્વિક આર્થિક જોડાણ

છેલ્લા બે દાયકામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દેશમાં રોકાણ માટે સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટ તરીકે સ્થાપિત થઇ છે. આ સમિટ દ્વારા રાજ્ય સરકારે વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક જરૂરિયાતોને સમજીને તે મુજબ રાજ્યમાં સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો છે. આ અભ્યાસ અનુસાર ગુજરાત ₹50 કરોડના કેપિંગ સાથે પ્રોજેક્ટ ખર્ચના 40%ના ખર્ચે સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે. વધુમાં લેન્ડ યુઝ કન્વર્ઝન માટે માટે રાહત દરો આપવામાં આવે છે, જેના લીધે જેથી રોકાણકારો અહીં રોકાણ કરવા આકર્ષિત થાય છે.

વ્યૂહાત્મક MoUs , મજબૂત ઉત્પાદન ભાગીદારી

એક સક્રિય અભિગમના પ્રમાણ તરીકે, આગામી વાઈબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાતે છેલ્લા છ મહિનામાં ઘણા MoU સાઇન કર્યા છે. તેમાં, ઓક્ટોબર 2023માં થયેલા MoUs પૈકી, ત્રણ MoUsનું સામૂહિક મૂલ્ય રૂ. 3,000 કરોડ છે. આ MoU ટેક્સટાઈલ, ઔદ્યોગિક પાર્ક, એન્જિનિયરિંગ અને ઓટો ઈન્ડસ્ટ્રીઝ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવ્યા છે, જે પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ગુજરાતની વ્યાજબી શ્રમ સુવિધાઓ અને સહાયક સરકારી નીતિઓ ઔદ્યોગિક વિકાસ માટે ફાયદાકારક છે. અહીં અત્યંત વિશેષ લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી અને બંદરો, રોડવેઝ અને રેલ્વે સહિત મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રાજ્યમાં જમીનના દર અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા છે. વધુમાં, ગુજરાત અન્ય રાજ્યો કરતાં વધુ આકર્ષક દરે પાણી, વિજળી અને પુનઃપ્રાપ્ય ઊર્જા સંસાધનો પ્રદાન કરે છે.

ઉત્પાદન પ્રભુત્વ અને પ્રોત્સાહન ફાળવણી

કોલિયર્સના અભ્યાસ અનુસાર રાજ્યના નિકાસ પોર્ટફોલિયોમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો નોંધપાત્ર 12.5% ભાગ છે. તે ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતની મજબૂતાઈને દર્શાવે છે. ગુજરાત ઔદ્યોગિક સામાન્ય નીતિઓના કુલ પ્રોત્સાહનો અને લાભોના નોંધપાત્ર 34.7% મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફાળવે છે. આટલું જ નહિં, ગુજરાતનું સ્પર્ધાત્મક સરેરાશ ભાડું (લગભગ રૂ. 18.5 પ્રતિ ચોરસ ફૂટ પ્રતિ માસ) અને આકર્ષક મૂડી દરો (લગભગ રૂ. 16.50 મિલિયન પ્રતિ એકર) રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા સરખામણીના રાજ્યો કરતાં વધુ સારા છે. કંડલા, મુન્દ્રા, પીપાવાવ અને હજીરા જેવા મુખ્ય બંદરો સાથે રાજ્યનો 1600 કિમી લાંબો દરિયાકિનારો, 505 મિલિયન ટનના કુલ કન્ટેનર થ્રુપુટ સાથે ગુજરાતને લોજિસ્ટિક્સ પાવરહાઉસ તરીકે સ્થાન આપે છે.

FDI, સારા શ્રમ સંબંધો અને સરકારી સ્થિરતા

ગુજરાતની અપીલ વૈશ્વિક સ્તરે પહોંચે છે. ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર, એફએમસીજી અને આઈટી ક્ષેત્રે પ્રખ્યાત ઉદ્યોગોએ ગુજરાતને પ્રાધાન્ય આપ્યું છે. શ્રમિક સમુદાયો અને સરકાર વચ્ચેના સુમેળભર્યા સંબંધોના પરિણામે દેશમાં સૌથી ઓછી હડતાલ ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં, છેલ્લા છ ટર્મમાં ગુજરાતની શાસન સ્થિરતા રોકાણકારો અને ડેવલપર્સ માટે અનુકૂળ અને સલામત વાતાવરણ પૂરું પાડે છે.

ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં મુખ્ય ઉભરતા ક્ષેત્રોમાં સેમિકન્ડક્ટર, એગ્રી-ટેક, વેસ્ટ મેનેજમેન્ટ ખાસ કરીને ઈ-વેસ્ટ, અદ્યતન તકનીકો, ટકાઉ પ્રેક્ટિસ, ઇન્ડસ્ટ્રી 4.0, સ્થાનિક ઉત્પાદન ફોકસ, AI એકીકરણ, 3D પ્રિન્ટીંગ અને IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) આધારિત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઉપરોક્ત મોટા ભાગના ક્ષેત્રોમાં ગુજરાતે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું છે અને ભવિષ્યમાં પણ આ તેની વિશેષતાઓના લીધે, ગુજરાત ભારતના ઉત્પાદન બજારમાં સૌથી મોટો ફાળો આપનાર રાજ્ય તરીકે દાવેદાર રહેશે.

કોલિયર્સ એક અગ્રણી ડાયવર્શિફાઇડ પ્રોફેશનલ સર્વિસિઝ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની છે, જેણે ભારતમાં રોકાણ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંતર્ગત થઇ રહી રહેલી અન્ય પ્રવૃત્તિઓ વિશે તેમના અભ્યાસમાં વિશ્લેષણ કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ, માણાવદર તાલુકામાં ખખાવી ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી
શહેરમાં ચાલતા મસાજ પાર્લરના સંચાલકોએ જરૂરી વિગતો પોલિસ વિભાગમાં રજૂ કરવી
રાજ્યપાલે ગુજરાતમાં 3,179 સ્કાઉટ અને ગાઇડ્સને રાજ્ય પુરસ્કારો અર્પણ કર્યા | BulletsIn
સરહદી ગામોને જોડેલા રાખવા કચ્છમાં પૂરતી સુવિધા આપવા સરકારની હિમાયત
ખાંભા માં યુવકે દારૂ પીતો વિડિઓ વાયરલ કર્યો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુંબઈ એરપોર્ટ પર 9 કરોડના ડ્રગ્સ સાથે, વિદેશી મહિલાની ધરપકડ
Next Article લોકસભાએ ન્યાય સંબંધિત, ત્રણ બિલને મંજૂરી આપી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?