પાટણ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા પાટણ થી ગોજારીયા સુધી NH-68 ના 04 લેનનું કામ ચાલુમાં હોઈ ધિણોજ ગામ નજીક બ્રિજ બનાવવામાં આવી રહેલ છે, જેથી હાલના બ્રિજ નીચે રેતી ધસવાના કારણે પોલાણ થવાની સંભાવના છે. તો સદર બ્રિજ ઉપર ભારે વાહનનોનું ટ્રાફીક 20 દિવસ માટે બંધ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
પાટણ થી ગોજારીયા સુધી NH-68 ના 04 લેનનું કામ ચાલુમાં હોઈ જેમાં ધિણોજ ગામ નજીક બ્રિજ બનાવવામાં આવી રહેલ છે, જેથી હાલના બ્રિજ નીચે રેતી ધસવાના કારણે પોલાણ થવાની સંભાવના છે. તો સદર હાલના હયાત બ્રિજ ઉપર ભારે વાહનનોનું ટ્રાફીક 20 દિવસ માટે બંધ કરવા રાખવાનું થાય છે. જેથી નીચે મુજબના ડાયવર્ઝનની વિગતે પોલીસ અધિક્ષક પાટણનાઓએ અત્રે દરખાસ્ત મોકલી આપેલ છે. સદરહું દરખાસ્ત પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવક્ય જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ અરવિંદ વિજયન, આઈ.એ.એસ., પાટણ જિલ્લો દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ,1951 ની કલમ -33(1)(ખ) થી મળેલ સત્તા ની રૂએ તા.09.04.2024 થી તા.28.04.2024 सुधी નીચેના જાહેર રસ્તાનો ઉપયોગ કરવા આદેશ ફરમાવવામાં આવ્યો છે.
ભારે વાહનોના ડાયવર્ઝનો માટે નીચે મુજબનું જાહેરનામું
મહેસાણા થી ચાણસ્મા જતા ભારે વાહનો મહેસાણા ડી-માર્ટ સર્કલ થઇ નુગર સર્કલ થઇ મોઢેરા થી ચાણસ્મા આવ-જા કરશે.ચાણસ્મા થી મહેસાણા જતા ભારે વાહનો ચાણસ્મા વડાવલી ત્રણ રસ્તા થી મોઢેરા થઈ મહેસાણા આવ-જા કરશે.બાલીસણા થી રણુજ થી મહેસાણા જતા ભારે વાહનો બાલીસણા થી ઉઝાં થઇ મહેસાણા આવ-જા કરશે. લણવા અને આજુ-બાજુ ના ગામથી મહેસાણા જતા ભારે વાહનો મુલથાણિયા થી સુણસર થઈ ધિણોજ મહેસાણા આવ-જા કરશે.
