સોમનાથ 28 જુલાઈ (હિ.સ.) આજે શ્રાવણ મહિનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભોળાનાથના દ્વારમાં ભાવિકોનું એક અનેરો ઉંચા જોવા મળી રહ્યો હોય ત્યારે આજે સોમનાથ મંદિર ખાતે શ્રાવણનો પહેલો સોમવાર સોમનાથમાં વેહલી સવારે ૪:૦૦ વાગ્યાથી ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતા.
આજે વહેલી સવારથી ભક્તોજનોની ભીડ જોવા મળી રહી હતી ત્યારે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા લોકો પગપાળા અને દૂર-દૂરથી પ્રવાસ કરી સોમનાથ પહોંચ્યા હતા હરિદ્વારથી પણ કાવળ લઈને શ્રદ્ધાળુ સોમનાથ પધાર્યા છે. જય સોમનાથ અને બમ બમ ભોળાનાથના નારા સાથે સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યો હતો.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
