
બોટાદ,23 ડિસેમ્બર (હિ.સ.) સાળંગપુર કષ્ટભંજન મદિરમાં શનિવાર તેમજ તહેવારો ઉપર હનુમાનજી દાદાને ભવ્ય શણગાર કરવામાં આવતો હોય છે ત્યારે આજે દાદાને શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ-એકાદશી શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો .જેમાં મંદિર વિભાગ દ્વારા .સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. મોટી સખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો .
હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/હર્ષ શાહ
